________________
કર
મત્રસાધના.
[ પ્રકરણ
આવતા એમનાથી જોઇ શકાતા ન હતા. સાધુએના આ ભેદી અને ભય કર મૃત્યુ માટે એક પણ ઇલાજ કે એક પણ દવા કારગત નીવડયાં નહિ. મૃત્યુના આ ઘેાડાપૂરને રોકવાનું સર્વથા અશકય થઇ પડયું; તેમ તેના ભેદ પણ કાઈ જાણી શકયું' નહિ.
આખરે આચાર્ય શ્રી હેમવિમળસૂરિએ જ્ઞાન નિમિત્તથી વિચાર કરીને આ ઉપદ્રવ ટાળવા માટે શાસનદેવીનુ આરાધન કયુ"; અને એ વખતે એમને પ્રત્યુત્તર મળ્યા, કે “ તમે વિહાર કરતા કરતા જ્યારે ગુજરાત તરફ જશે., ત્યારે તમને એ ઉપદ્રવ ટાળનાર દેવના પ્રત્યક્ષ પરચા થશે.”
આ પ્રત્યુત્તરથી આચાય શ્રી હેમવિમળસૂરિના મનનું ઘણે અંશે સમાધાન થયું. પરંતુ પોતાના પરિવારના દશ દશ સાધુઓને જ્યાં નિર્દય રીતે ઘાત કરવામાં આન્યા હતા, એવું આગ્રા શહેર હવે સૂરિજીને જાણે ખાવા ધાતુ' હાય એવું લાગવા માંડયું.
આગ્રાની તમામ જનતા પણ આ ભય'કર ઘટનાથી અત્યંત ઉચાટમાં પડી ગઇ હતી. આચાર્યશ્રીના અંતર પર લાગેલી ચાટ જેટલી જ આગ્રાવાસીઓના હૃદય પર પણ લાગી હતી. આગ્રાનાં ભાવિક શ્રાવક શ્રાવિકાઓ પેાતાના પરમપૂજ્ય ગુરુદેવની આવી દુઃખદ દશા જોઇને ખાવરાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com