________________
ચેાથુ ]
વીર માણિભદ્ર .
પ
મજબૂત માંધી લેવામાં આવ્યાં હતાં. આ જોઇને જાણે એક જીવતું પુસ્તકાલય જ ચાલ્યુ... આવતુ' હોય એવા ઘડીભર વિચાર આવ્યા વિના રહેતા નહિ.
જરા ઝીણી દૃષ્ટિથી જોનાર તરત જ સમજી જાય એમ હતુ', કે એ યતિમંડળમાં એક આચાર્ય શ્રી હતા અને અન્ય સૌ એમના શિષ્યેા હતા.
પ્રત્યેક યતિ મહારાજના સુખમ`ડળ પર ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ચર્યાની ઉત્કૃષ્ટ લાગણીઓ દૃષ્ટિગોચર થતી હતી. ઉપરાંત આચાર્યશ્રીની આંખમાં ચમકી રહેલી જ્ઞાન અને બુદ્ધિની ચમક પણ જોનારને પ્રથમ દૃષ્ટિએ જ મુગ્ધ કરી નાખે એવી અજબ હતી. એમનું માટું ચકચકતું કપાળ ઊંડા અભ્યાસ અને પરિશીલનની સાખીતી આપી રહ્યુ હતુ.. નાકના વળાક વિચારાની દૃઢતાનું સૂચન કરી રહ્યો હતા. ધમ પ્રેમની પ્રખર તેજસ્વિતા એમના મુખમ’ડળની રેખાએ રેખાએ રમી રહી હતી.
આચાર્યશ્રીનું નામ હેમવિમળસૂરિ હતું, શ્રી પરમ પૂજ્ય મહાવીરસ્વામિના નિર્વાણું પદ પછી લાંબા સમયને અતરે પંચાવનમી પાટે શ્રી તપગચ્છ બિરુદ ગચ્છાધિરાજ શ્રી હેમવિમળસૂરિ *આચાય થયા. એ આચાર્ય શ્રી આજે પેાતાના શિષ્યવૃ દ સહિત ઉજ્જયિની નગરી તરફ વિહાર કરી રહ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com