________________
“સરદાર ! મારી પ્રજાને માટે અત્યારે તે મુર્ખ ડોસી જે કાંઈ બી ગઈ તે તરફ આપ જરાએ ધ્યાન આપશે નહિ. મેં આપને જે કહ્યું છે–વચન ....
તે વૃદ્ધ સરદારને વચમાં જ બોલતે અટકાવી દુર્જને કહ્યું-“છી તે મુખ ડોસીની વાત માનવા જેટલે હું મૂર્ખ નથી. ચાલે, હવે આપણે આપણું કિલ્લા તરફ જઈએ. આપની પુત્રીને સહિસલામત જોયા વિના મને શાંતિ થશે નહિ.” તે સર્વે કિકલા તરફ પાછા વળ્યા.
પ્રકરણ ૧૬ મું.
આકસ્મિક મિલન, વહાલા વાંચક ! હવે આપણે જરા પાછળના-ડા વખત પહેલાના બનાવ તરફ નજર કરીએ. જ્યારે તે લુંટારા ભાઈઓએ પિતાના માણસ લાખા અને નિરાનંદને પ્રભાવતી સોપતાંજ તેઓ સિંહગુફા તરફ ચાલ્યા ગયા, એ વાત તમારા ધ્યાનમાંજ હશે. ત્યાર પછી શું થયું?
તે બન્ને જણ પ્રભાવતીને લઈ આડે રસ્તેથી સિંહ-ગુફા તરફ ચાલ્યા જતા હતા. તે સમયે પ્રભાવતીના મનમાં શા શા અને કેવા કેવા વિચારો ઉત્પન્ન થયા હશે કે થતા હશે તે જાણવાનું રહેલું હતું. તેણે પ્રથમ લાખાના મુખ તરફ જોયું. તેની મુખમુદ્રા ઉપરથી તે ખૂની અને પિતાનો માલેકની જે જ નિર્દય જણ હતો. પછી તેણે બીજા માણસના મુખ તરફ જોયું તે તે પણ તેની પહેલાના જે જ તેને જણાવે. એટલે પિતાને છુટકારો થવાની તેને જે આશા હતી તે આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. છતાં તે સંપૂર્ણપણે નિરાશ થઈ નહીં. તેના નિરાશામય અંતઃકરણમાં કંઈક આશાને ઝાંખું પ્રકાશ હતા. તે વારે વારે ચારે તરફ જતી હતી અને કોઈની વાટ જોતી હેય તેમ લાગતું હતું છતાં તે કોની વાટ જોતી હતી, તે, તે પિતેજ સમજી શકતી નહતો.
થોડેક વખત વી. ધીમે ધીમે તે બન્ને સ્વાર સિંહગુફાની પાસે પાસે આવવા લાગ્યા. હવે પ્રભાવતીને ભય લાગવા માંડ્યા. થોડાજ વખતમાં સિંહગુફાનું ઉચ્ચ શિખર નજરે પડતાંજ-પિતે હવે સુરક્ષિત પણે પ્રભાવતીને ગુફામાં લઈ જશે–એવો વિચાર આવતાં જ-તે બને સ્વારેને અત્યંત આનંદ થશે. પરંતુ તે આનંદ બહુ વખત સુધી સ્થિર રહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com