________________
૭e. હદય ચીરાઈ જઈ છિન્નભિન્ન થવા માગે છે. થયું, હવે આ સંસારમાં મારે માટે સુખનું નામ પણ રહ્યું નથી, મારી પ્રિય સખી ! તુંજ કહે કે હવે હું શું કરું ? પિતાજીએ અને મોટા ભાઇએ રાત દિવસને માટે મારા ઉપર સખત પહેરી રાખ્યો છે. હું કયાં જાઉં અને શું કરું ? મને કાંઈપણ સૂઝતું નથી. આંખ છતાં દેખાતું નથી અને બુદ્ધિ છતાં કાંઈ સમજાતું નથી. મધુરી! હવે મને લલિતની મુલાકાત થશે કે? તેમના દર્શનને મને લાભ મળશે ખરે કે? મારું પ્રેમધન મને મળશે મારા મનોરથ સફળ થશે-મને અભાગણીને તે પરમ પ્રેમની પવિત્ર પ્રતિમા કોઈ પણ કાળે ફરી–મને દેખાશે ? ઓ સખી ! હાય-હવે મારું શું થશે?”
બહેન ! આમ શોક ન કર. તારું દુઃખ જોઈ મારું હૃદય દુઃખી થાય છે. જો તું હમેશાં આમને આમ શેક કરતી રહીશ તે તારી કેવી સ્થિતિ થશે, તેને તને કાંઈ પણ વિચાર આવે છે ખરે કે? આજે તે નથી કોઈ ખાધું કે નથી કોઈ પીધું! આમ કરવાથી સખી ! જે તે ખરી કે તારી કમનીય કાયાની કેવી શોચનીય સ્થિતિ થઈ છે તે!”
હવે હું આ કાયાને શું કરું? કોને માટે હું આ શરીરની ચિંતા કરું? પિતાજીએ દયાહીનું પિતાજી! તમે મને મારા મનના માનેલા મોહનથી જુલમ કરી દૂર કરી છે છતાં મારું ચિત્ત જ્યાં એટયું છે ત્યાં જ એટયું છે, એ વાત કેમ તમારા ધ્યાનમાં આવતી નથી ? સખી ! હું મારા પ્રાણ ત્યાગ કરીશ પરંતુ મારા મેહનને. કોઈ કાળે ત્યાગ કરી શકીશ નહીં, એ તું ચોક્કસ માનજે.” એમ કહી તેણે પિતાની શવ્યાની નીચેથી એક નાનકડી કટાર કાઢી.
પ્રભાવતીના હાથમાં કાતિલ કટાર જોતાંજ લલિત એકદમ ચમકો. તે એકદમ પિતાની શાપરથી કૂદી પડશે. પ્રભાવતીના હાથમાંની કટાર ખુંચવી લેવા તે પ્રેમઘેલે એકદમ ધર્યો પરંતુ વચમાં ભીંત હોવાથી તે આગળ જઈ શકે નહિ. તેટલામાં તે તેના ઓરડામાં અંધકાર છવાઈ ગયો અને નીચેના શબ્દો તે બોલ્યો-“અરેરે ! બિચારી ગરીબ બાળાના હૃદય ઉપર નિરાશાને કેટલો બધો સખત આઘાત થાય છે કઠોર હૃદયના સરદાર સજજન ! તમને તે બિચારી ગરીબ ગાય જેવી તમારી પુત્રીની દયા કેમ નથી આવતી?” ત્યાર પછી તે પિતે પણ નિરાશ થઈ કેચ ઉપર જઇ બેઠે. હવે તેનું હદય પ્રભાવતીની પીડાથી દગ્ધ થવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com