________________
કૂટુંબોમાં અનાયાસે એકતા થઇ જશે, પણ પિતાજી ! આ વાત પ્રમાને પસંદ પડશે ખરી કે ? મુખ્ય આધાર
તેની પસંદગી ઉપર છે, આનંદથી કહ્યું.
એ વાત આવતી જણુમાંજ હશે. ” કુમારે શું તે મારા હુકમ નહીં માને ?
tr
મારી આજ્ઞા માનવાથી
પ્રથમ તો તેને ચેડું-ધણુ દુ:ખ થશે, એ વાત જો કે ખરી છે છતાં પણ તેના હૃદયમાં દલિતને માટે ઉદ્ભવેલા પ્રેમના તરગા હૃદયમાંજ સમાઇ જતાં પછી દુ:ખને બદલે ઉલટા અત્યંત આનંદ થશે. તેના સુખની તેના કરતાં મને વધારે ચિંતા છે. મારી પરમપ્રિય પુત્રી પ્રભા ભવિષ્યમાં દુઃખી થાય, એવા વિચાર મને કે તને કોઇપણ કાળે થશે ખરા કે ? અથવા તે દુ:ખી થાય એ મને કે તને ગમશે ખરું કે ? ચદ્ર, મતે તો પ્રભાના સપૂર્ણ વિશ્વાસ છે કે-તે મારા હુકમના કદાપિ અનાદર કરશે નિર્ડ !'
rr
“ પ્રભાનું તેા જણે ઠીક છે, પરંતુ લલિતનું શું કરશે ? પડેલાં મારા હૃદયમાં તેને માટે જેટલા પ્રેમ હતા તેના કરતાં હાર ગણેા દ્વેષ હવે ભારા મનમાં ઉત્પન્ન થઇ ગયા છે.
..
“ ચંદ્ર ! શાન્ત થા, આપણે તેને દ્વેષ તો નજ કરવે! જોઇએ. કારણ કે ગમે તેટલે તેએ તે આપણા આશ્રિત છે, * આપણેજ તેને પાળ પેસીને મેટા કર્યા છે, આપણા તે ખરા અંતઃકરણથી નિઃસકૈાચ થઈ ધણા ઘણા ઉપકારો માને છે. માટે તેને દ્વેષ કરવા એ વ્યાજબી નથી. એક કીડી ઉપર કટક ચઢાવવું આપણને શે।ભતું નથી.
''
16
જો આપની એવીજ ઇચ્છા હેય તે! તેને અહીંથી કાઢી મૂકા !” “ નહીં. તેમ પણુ કરી શકાય નહીં. તેના પહેલાજ અપરાધને માટે તેને આટલીજ શિક્ષા ખસ છે કે-પ્રથમની જેમ તે હવે પછી પ્રભા સાથે હળીમળી શકે નિહ. ચદ્ર! એ વાત તું ભૂલી ન જઇશ કે તારી જેમ મેં તેને પણ પાળી પોષીને નાનાથી મોટા કર્યાં છે. હાય, ખસ્યું છે; કોઇ વખત ભૂલ પણ કરે. ધાર કે-કદાચિત્ હું તેને કાઢી મૂક તે તે આપણા દુશ્મનાને જઇ મળે, તેમાં આપણું શ્રેય નથી. જો કે–તે આટલી ધી નીયતા કરે તેવા નથી છતાં માણસ છે, દુ:ખતા માર્યાં કાંઇક આડું અવળું પગલું ભરે તો તેથી આપણને બહુ જ નુકસાન થાય તેમ છે. હવે આપણે ધીમે ધીમે યુક્તિપ્રયુક્તિથી તેને તેના દરજજા ઉપર મૂકી દેવે એટલે થયું. મેં તેને જે સ્વતંત્રતા આપી તેજ મારી મોટી ભૂલ થઇ. ખરી રીતે આ વિચાર ભારે પહેલાંથીજ કરવાંની જરૂર હતી. હવે તે જે કાંઇ બની ગયું તેને માટે નિરૂપાય છું છતાં હું ધારું છું કે તે ભૂલ હું હજી પણ સુધારી શકીશ. આજથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com