________________
સંધ્યા થઈ હતી. લલિતની તબિયત હવે સુધરતી ચાલી. તેના માથામાં થએલ ઘા હવે ઠીક હતો. જ્યારે જ્યારે ઘા ઉપરના પાટા ઉપર તેને હાથ અડતે ત્યારે ત્યારે દુખ થવાને બદલે તેના હૃદયમાં અભિમાન જાગ્રત થતું. આ વખતે તે એક પથારીમાં સુતા હતા અને શાસ્તચિત્તે કાંઈક વિચાર કરતા હતા. એક ખૂણામાં દીવા બળાતે હતે. એટલામાં માવતીની દાસી મધુરી ત્યાં આવી અને બોલી– જ લલિતા થોડા વખત પછી તમને સરદાર દુર્જનસિંહ મળવા આવશે.”
અને મળવાનું કાંઈ કારણ?” શયા ઉપરથી માથું ઉંચું કરી લલિતે પૂછ્યું.
મધુરી પ્રભાવતીની વિશ્વાસુ છે અને તે પ્રભાવતીની તમામ વાતે જાણે છે, એ વાત લલિત જાણતા હતા. તેની તરફ જોઇતે. ફરી બે-“મધુરી! તું મને કેમ કાંઈ જવાબ આપતી નથી? તે દિવસે હું અહીંથી શા માટે ચાલ્યા ગયે, અને કેની મદદથી ગયે એ બધું તે તું સારી રીતે જાણે છે ને?” " “હા. પણ લલિત! તમે તેમાંનું મને કાંઈ પણ પૂછશે નહિ. અને હું તમને કાંઈ પણ કહી શકીશ નહિ. (એમ કહી તેણે દરવાજા તરફ શકિત દષ્ટિએ જોયું.) તે દિવસે પ્રભાવતીને હૃદયભેદક પત્ર લખવાની ફરજ પાડવામાં આવી વિગેરે બધી વાત મારા જાણવામાં છે પરંતુ કેટલાક કારણથી હું કાંઇ પણ કહી શકું તેમ નથી. ઉપરાંત દુર્જનના અહિ આવવાનું કારણ પણ તેજ છે. તમે પાછા કિલામાં શા માટે આવ્યા અને તે બન્ને દુષ્ટ ભાઈઓ તમને ક્યાં મળ્યા, વિગેરે પ્રશ્ન પૂછશે.”
એમ કે? તેનો જવાબ એકજ છે અને તે એ કે આ એક ઇશ્વરીલીલા છે અને કોઈ દૈવી પ્રેરણાથી હું પાછો કિલામાં આવ્યો છું.”
તેજ વખતે ધીમેથી દરવાજો ઉઘાડી દુર્જનસિંહ અંદર આવ્યો તેણે ત્યાં આવતાં જ મધુરીને બહાર ચાલ્યા જવાનું કહ્યું. જ્યાં સુધી પિતે ત્યાં છે, ત્યાં સુધી બીજા કોઈને ત્યાં ન આવવા દેવા સૂચવ્યું. મધુરી બહાર નિકળી ગઈ અને દુર્જન લલિતની પથારી પાસે ગયે. થોડીવાર સુધી તેના તમામ શરીરનું અવલોકન કરીને બોલ્યો –
“લલિત ! તે દિવસે તે પ્રભાવતીને લુંટારાઓના હાથમાંથી છોડાવી તેથી મને અને સરદાર સજજનસિંહજીને અત્યંત આનંદ થયું છે. તે દિવસે તે ગજાવેલી શરવીરતાના જેટલા વખાણ કરીએ તેટલા થોડાજ છે. તે અમે બન્નેને આભારી કર્યા છે. આજે તારી તબિયત સારી છે તે મારા જાણવામાં આવવાથી હું અહીં આવ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com