________________
૧૪૪
આવા આવા અનેક વિચારો કરતા-અજયદુર્ગના અંધકારમય આરડામાં કેદી થએલા લલિતસિંહ આમથી તેમ કરે છે અને ઉપર્ પ્રમાણેના વિચાર। કહે છે. ધૃઢ વરસ પહેલા પેાતાની સ્થિતિ કેવી હતી અને આ સમયે કેવી છે, આ બાબતના વિચારા તેના હૃદયમાં આવતા હતા. તેના હાથ સાંકળથી બાંધેલા હતા. તે ભોંયરાના એક ખુણામાં તેને માટે ઘાસની પથારી કરેલી પડી હતી. પાસેજ ભાજનને થાળ પડયા હતા તે તેવીજ સ્થિતિમાં પડ્યા હતા અને એક માટીના વાસણુમાં પાણી મુકેલું હતું. બીજા ખુણામાં એક દીવા ઝાંખા ઝાંખા મળતે હતા. તેના ઝાંખા પ્રકાશ તેના નિસ્તેજ મુખ ઉપર પડતા હતા. દરવાજો બહારથી બંધ કરવામાં આવેલેા હતા. તેની માટી ભીંતના ઉ પરના ભાગમાં એ જાળીયા હતા. તેમાંથી ધીમે ધીમે પવન આવતા. તે નળીઓમાં લેટાના મજબુત સળીઆ બેસાડેલા હતા. ત્યાંથી કાઇ કેદી ન્હાસી જવા ઇચ્છે તેા તેમ બની શકવાનું તદ્દન અશક્ય હતું અને અમારી નવલકથાના નાયક લલિતાસહુના હૃદયને તે વિચારે સ્પર્શ પણ કર્યાં નહાતા.
મધ્યરાત્રીના સમય થયેા હતા. કમનસીબે પાતાની ઉપર આ વેલી આફતના સબંધમાં લલિતસિંહ ખિન્ન હૃદયે વિચાર કરતા હતેા. તે વખતે તેને તે ઓરડાની બહારના ભાગમાં કોઇ માલુસના પગ લાંના અવાજ સંભળાયા. તેથી તે જરા ચમકયા—તેને અજાયખી ઉજી. કારણુ કે સરદાર દુર્જનસિંહના હુકમથી રણમલ સાંજેજ તેને ભાજનના પદાર્થો અને પાણી આપી ગયા હતા અને કહી ગયા હતા કે-“તમારે જો કાંઇ જોતું હોય તે કહે. હું તે આવતી કાલે જ્યારે જમવાનું આપવા આવીશ ત્યારે તે પણ લેતા આવીશ. દિવસમાં ફક્ત એ વખત જમવાનું આપવા માટેજ અહીં આવવું, એવે મને મારા માલેકના હુકમ છે.” આ તેના શબ્દો લલિતના ધ્યાનમાં હતા. જ્યારે પરિસ્થિત આવી છે તેા આવે કઢંગે વખતે અહી કાણુ આવતું હશે, એ ખાખતમાં તેને અજાયબી લાગે, એ સ્વાભાવિક હતું. તે આ ત્રિચારમાં ગુલતાન હતા તેટલામાં તે ઓરડાના દરવાજો ઉઘડયા, સરદાર દુર્જનસિંહ અંદર આવ્યા અને તેણે પુનઃ દરવાજો સાવચેતીથી *ધ કરી લીધા. સરદાર દુજૈનસિ'ને ત્યાં આવેલે જોતાંજ લલિત અત્યંત આશ્ચર્યચકિત થઇ ગયા. તે જ્યારથી કિલ્લામાં આવ્યા હતા ત્યારથી તેની સાથે તેને વાતચિત કરવાના પ્રસ’ગજ આબ્યા નહોતા. એથી લલિત તેના સ્વભાવથી જાણીતા નહાતા. તેણે તેની તરફ ધ્યાનપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com