________________
૧૩૯ હુયું કારણ અવશ્ય હોવું જ જોઈએ. મારી પ્રતિજ્ઞામાંનું કોઈ કાર્ય મારા હાથે અહીં થવાનું હશે અને તેથી જ હું અહીં છું એમ મને મારું હૃદય કહે છે. હવે તે શું કારણ હશે, તે મારે શોધી કાઢવું જોઈએ. પરંતુ આ સ્થાનની સાથે મારે શું સંબંધ છે? અહીં મારા જાણવામાં શું આવશે? ગમે તેમ હો પણ મારે હવે કાંઈક કે શીશ તે જરૂર કરવી જોઇએ. “એમ કહી તે જ્યાં બેઠી હતી ત્યાંથી એકદમ ઉઠી. નાગવલ્લી નામક લાકડાની લાકડી હાથમાં લઈ તે ઓરડામાંથી બહાર આવી. જ્યારે તે વજેસંધની સાથે ગઈ રાત્રે ગુફામાં આવી હતી ત્યારે તેણે પિતાના ઓરાને રસ્તે સારી રીતે જોઈ ધ્યાનમાં રાખી લીધો હતો. તે જ રસ્તે તે ચાલવા લાગી. ડુંક આગળ વધ્યા પછી તેને ઉપર જવાને એક દાદર દેખાયો. તેની બાજુમાં એક સાંકડે રસ્તો પણ તેના જોવામાં આવ્યા. તે રસ્તે જેમ જેમ તે આગળ વધવા લાગી તેમ તેમ અજવાળ ઓછું થતું ગયું. હવે પિતે ગુફાના ભોંયરામાં આવી છે, એમ તેને લાગ્યું. ફરી તે ચાલવા લાગી અને બે ચાર નાના ચાર દરવાજા ઓળંગી ગઈ. ફરી તે આગળ ચાલવા લાગી તે બીજા પણ બે ચાર દરવાજા તેને જણાયા. તેમાંથી એક અંદરથી બંધ હતો અને બીજે ખુલ્લો હતે. તે ઠેકાણે અજવાળા કરતાં અને ધારું વિશેષ હતું. હવે કયાં જવું, એવો વિચાર કરતી તે ડોસી થો ડીવાર માટે ત્યાં થોભી ગઈ.
ત્યાં ઉભી રહે છેડે વખત થતાં જ અંદરથી સાંકળ ખખડવાને અવાજ તેના સાંભળવામાં આવ્યો. તે શાને અવાજ છે, તે જાણવા માટે તેણે તે દરવાજે પોતાના કાન માંડ્યા. અંદર શું છે, તે જાણવાની તેને પ્રબળ ઇચ્છા થઇ. ફરી અવાજ સંળળાયો. પછી કાંઈક અસ્પષ્ટ શબ્દ તેના સાંભળવામાં આવ્યા. તે શબ્દો જરા ગુસ્સામાં બોલાયા હોય તેમ તેને લાગ્યું. ફરી તે શબ્દ મોટેથી બેલાયા અને
ડાજ વખતમાં અંદરથી દરવાજાને સાંકળ વસાતી હોય એમ તેને લાગ્યું, તે સાથે જ દુઃખદ અવાજે પડાએલી એક ચીચઆરી તેને સંભળાઈ. થોડી જ વારમાં ત્યાં શૂન્યતા છવાઈ. આમ છેડે વખત ચાલ્યા પછી જડ પગલાંને અવાજ થવા લાગે. તે ઉપરથી તેને લાગ્યું કે કોઈ બહાર આવે છે, તેથી તે ત્યાંથી ખસી ગઈ અને જરા આઘે જઈ એક ખૂણામાં છુપાઈ ગઈ. થોડા જ વખતમાં જે ચાર દરવાજે બંધ ફતે તે ઉઘડશે અને તેમાંથી એક માણસ બહાર આવ્યું. તેને ! ડોસીએ ઓળખી લીધું. તે વજેસંધને વિશ્વાસ નકર લાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com