________________
૧૧ર સાચું જ કહું છું તે મારે કહેવું જોઈએ કે-લલિતની સાથે ચંદ્રસિંહ બહુજ અયોગ્ય ચાલ ચલાવી. ચંદ્રસિંહના શબ્દો સાંભળી લલિતને અત્યંત ક્રોધ આવ્યો અને તેણે પિતાની તરવાર ઉપર હાથ નાંખે, પણ બીજી જ પળે પિતાને હાથ તરવાર૫રથી પાછો લઈ લીધે અને એક મહાન યોગીની જેમ સર્વ સહન કરી ગયો.”
આખરે તેણે તરવાર ઉપર હાથ નાંખે ખરે. વારૂ, પછી?”
“પછી અમે ત્યાંથી કિલ્લા તરફ પાછા ફર્યા તે સમયે પ્રભાવતીબાને ચિંતા થઈ કે પિતાના ચાલી ગયા પછી પાછળ કોઈ શોચ નીય બનાવ બનશે તે? તેમ ન થાય તેટલા માટે તેમણે ચંદ્રસિં હને પિતાની સાથે આવવાનું કહ્યું. ચંદ્રસિંહે પ્રભાવતીની વાત
ધ્યાનમાં ન લીધી તે નજ લીધી. તેની ઇચ્છા લલિતને સારી રીતે વાખાણથી વીંધી નાખવાની હતી. પ્રભાવતીની શંકા લલિતના ધ્યાનમાં આવતાં જ તે બોલ્ય- પ્રભા તું મારી બાબતમાં નિશ્ચિંત રહેજે. મારા અન્નદાતાના પુત્રની સાથે કેવી રીતે વર્તવું, તે હું સારી રીતે સમજું છું.” પછી અમે કિલ્લામાં આવી પહોંચ્યાં.”
ઘણે વખત સુધી સરદાર સજન વિચારમાં સ્થિર રહ્યા. પછી તેણે પિતાની પાસે જ વિચાર કરતા બેઠેલા પિતાના બન્ને સરદાર મિત્રો તરફ જોયું અને પછી મધુરી તરફ વળીને બહુ જ કરૂણાજનક સ્વરે બોલ્યો-“મધુરી ! આ સમયે તારે પ્રભાવતીને એક બહુજ હૃદયભેદક ખબર આપવી પડશે. કુમાર ચંદ્રસિંહની હવે આશા નથી. તેનું અમાનુષિક રીતે ખૂન થયું છે અને તે પણ લલિતસિંહને હાથેજ!!”
એ પ્રભુ ! આ મેં શું સાંભળ્યું? સરદાર સાહેબ ! આકાશપુની જેમ આ વાત કોઈ કાળે પણ બનવા જેવી નથી. શું લલિસિંહ ખૂની ! અને તે પણ ચંદ્રસિંહને જ? નહીં ! અન્નદાતા ! અહીં આપની અતિશય ભયંકર અને ગંભીર ભૂલ થાય છે અને જે તેમ નહીં તે સમજફેર તે જરૂર થાય છે જ! હાય હાય...પ્રભુ....
આ તે કેવી હૃદયવિદારક ખબર !” આટલું કહી તેણે બન્ને હાથે પિતાનું મુખ ઢાંકી લીધું અને રડવા લાગી. તેની સ્થિતિ બાબુજ
કરૂણાજનક થઈ ગઈ
મધુરીની સ્થિતિ જોઈ સરદાર સજ્જનને બહુ દુઃખ થયું. તે ક્ષૌણસ્વરે બોલ્યા- મધુરી! આ બાબતમાં હજુ લલિત તરફથી ખુલાસો થવાનું કામ બાકી છે, પણ વહેમ સર્વને તેના ઉપરજ છે. દૂર્ગમાં આવતાં પહેરેગીર સાથે તેણે કરેલી વિચિત્ર વાતચિત, તે સમયની તેની મુખમુદ્રા, બોલવાની રીત, કાદવ અને રક્તથી ખરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com