________________
વિદ્યમાન સંસ્થાઓ.
૧. જેન શાળા કમિટિ. આ સંસ્થા હસ્તક દેરાસરની તેમજ જૂદા જૂદા પ નિમિત્તે મૂકાયેલી થાપણની મોટી રકમ છે. એ સિવાય પર્યુષણાદિ પ્રસંગે થતી ઉપજ પણ ત્યાં જમા થાય છે.
એની પાસે શાંતિસ્નાત્ર આદિ ઉત્સવમાં ખપ આવે તેવા સાધને રહે છે; તેમજ પૂજા આદિમાં ઉપયોગી થઈ પડે તેવા સુખડ, કેશર, વરખ વગેરે ચીજો પણ રખાય છે જે વેચાતી મળી શકે છે. આ સંસ્થા એક કાળે, જ્યારે સંધમાં સંપ હતો ત્યારે ખંભાતનું નાક હતી. એની સ્થાપનામાં શેઠ અમરચંદ પ્રેમચંદના ઉદાર ભાવના નિમિત્તભૂત છે. પાછળથી તેમના સુપુત્રએ ધનને વર્ષાદ વરસાવી તેને નવપલ્લવિત બનાવી. થોડા સમય પૂર્વે અગમબુદ્ધિ મરહુમ શેઠ પોપટભાઈએ તેના વ્યવસ્થા માટે કમિટિની યોજના કરી ત્રસ્ટડીડ કર્યું. શેઠ મણિભાઈના જીવતાં સુધી, આ સંસ્થા ઠીક ચાલી, પણ પાછળથી અંદર એવા તે ઘોટાળા ઉભા થાય છે કે આ લખતી વેળાયે તેનું નાવ ડબાયમાન થઈ રહ્યું છે. અને આથી વધુ ઈતિહાસનું પ્રયોજન નથી. જૈન કન્યાશાળા.
પુરૂષવર્ગને કેળવવાના ઘણું માગે છે પણ જે વર્ગમાં જન્મથીજ અજ્ઞાનતાના રાશિ ભરેલા છે ત્યાં જ્ઞાનરશ્મિ પહોંચાડવાની ખાસ અગત્ય છે; જે કેટલેક અંશે આ કન્યાશાળાથી દૂર થાય છે. બેબી ચકલે તેનું એલાયદું મકાન છે. અભ્યાસ ઠીક અપાય છે. સરકારની ગ્રાન્ટ પણ મળે છે. છતાં હજુ ઘણી સુધારણાને અવકાશ છે. સેક્રેટરી ચુનીભાઈ એમ. કાપડીઆ માટે માન છતાં કહેવું પડે છે કે એને વહીવટ કમિટિ નામી ચલાવવો જોઈએ; ને ઘટતા સુધારા હાથ ધરવા જોઈએ. એની સ્થાપનામાં શ્રી વિજ્યનેમસિરિને હાથ છે તે તેમને સતિષી શકે તેવી પુનઃ રચના કરી નાણુની પતી મુશ્કેલીને તે લાવવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com