________________
ભુમિકા,
ખંભાતને ઇતિહાસ, ચૈત્યપરિપાટી અને તેની પરિપુતિ–ગાઈડ એ પુસ્તિકાને પ્રસ્તાવનાની જરૂર ન હોય. તેના મોટા નામ પરથી જ તેના વિષયનું ભાન થઈ શકે છે. સંક્ષેપમાં કહેવાનું એજ છે કે તે તૈયાર કરવામાં નીચેના પુસ્તકે મુખ્ય આધાર લીધે છે.
ગુજરાતને પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ, આચાર્ય ધ્રુવ રજત મહોત્સવ સ્મારક ગ્રંથમાંથી ગુજરાતના વહાણવટાને લેખ, સૂરિશ્વર અને સમ્રાટ, ખાદી નિબંધ, થંભણુપાર્શ્વનાથ ચરિત્ર, જેનયુગ માસિકના લેખે, સાપ્તાહિક જૈનના કેટલાક લેખો, કેન્સરન્સની ડિરેકટરી, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિકૃત જૈનગીતા, અષભદેવશ્રાવકને શ્રી વિહીરસૂરિ રાસ આદિ એ સર્વના લેખકે અને પ્રકાશકોને આભાર અત્ર માનવો એ અસ્થાને નહિ ગણાય. લખાણુ તપાસી, તેને ગોઠવી, શુદ્ધિ પૂર્ણ કરી તેના પ્રકાશન કાર્યમાં માનસિક અને કાયિક મદદ આપનાર મારા સુહદ ચીમનલાલ દ. શાહની સેવા પણ હું વિસરી શકતું નથી.
ચત્ય વ્યવસ્થાપક સમિતિ અસ્તિત્વમાં ન હતી તે આ પ્રકાશન તૈયાર કરવા કે પ્રગટ કરવાનું ભાગ્યેજ બની શક્યું હોત. ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ એ શ્રી સ્તંભતીર્થ જૈન મંડળનું અંગ છે તેમ છતાં પણ તે સમિતિમાં ખંભાત બહારના ગૃહસ્થોને પણ ફાળો છે. તે પણ અમે આ પ્રસંગે વિસરી શકતા નથી. તે વખતની તેમની જે મદદને લઈ અમે આજ સુધી કાર્ય કરી શક્યા છીયે તે અમને ડગલે ને પગલે સમૃતિપટમાં આવ્યાજ કરે છે. એ સૌ ભાઈઓને પણ અમે આભાર માનીયે છીયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com