________________
તેમના પુત્ર કવિ ઋષભ, સાહિત્યની ઉમદા સેવા કરવા ઉપરાન્ત બારવ્રતધારી, નિરંતર બે આસન કરનાર, ચૌદ નિયમ ધારનાર અને હંમેશ સામાયિક કરનાર શ્રાવક હતા.
શ્રી. કર્મચંદ્રમંત્રીપ્રબંધમાં ઉલ્લેખ છે કે સમ્રાટ અકબરે ખંભાત બંદર પર એક વર્ષ સુધી મગર કે માછલી ન મારે એવો હુકમ બહાર પાડયો હતો.
વિ. સં. ૧૬૫૯ માં ખરતર ગચ્છીય શ્રી. સમયસુંદરે ખંભાતમાં ચોમાસું કર્યું.
૧૬૭૮ માં શ્રી. જિનરાજરિની સૂચનાથી મુનિ શ્રી. અતિસારે ધનાશાલિભદ્રને રાસ રચ્યો.
૧૬૯૧ માં દશવૈકાલિકસૂત્ર પર શબ્દાર્થવૃત્તિ ૩૩૫૦ શ્લોક પ્રમાણુ ખંભાતમાં રચાઈ.
૧૭૧૫ માં શ્રી. અમરસાગરસૂરિજીને ખંભાતમાં આચાર્ય પદવી મળી.
વિ. સં. ૧૭૨૧ થી ૧૭૩૮ માં યાત્રા કરતાં શ્રી. શીલવિજ્યજી “ ચારે દિશાના તીર્થોની તીર્થમાળા ” માં ખંભાત વિષે નીચે પ્રમાણે નોંધ લીધી છે.
મહી સાગર ઉતરીયે પાર, આવ્યા ત્રંબાવટી મઝાર; થંભણ તીરથ મહિમા ધણે, ભાવે ભવિકા ભકત સુણે. વહાણુ થંભ્યા સાગર મધ્ય, સાગરદત્ત શેઠ તિહાં લધ્ય, કુશળે આવ્યા મહેસૂવ કરી, થંભણ પાસ નામે ધરી.
પ્રભુજી પામ્યા પુણ્ય સંયોગ, અભયદેવને ટાળ્યો રોગ; Shree Sudધણ વર્ષની ભૂતળે રહી, ગાક્ષર કર્યાથી પ્રગટ થઈ.andar