________________
તેમજ જેના મહાન ગુરૂ હોવા છતાં વિદ્યાગુરૂનું બહુમાન કરવાનું ન ભૂલ્યા. પછી વિનયપૂર્વક કહ્યું “મહાશય ! મારા જેવો નિગ્રન્થ આપને શું આપી શકે ?” અધ્યાપકે કહ્યું “આપને જરાપણુ મુંઝાવાની જરૂર નથી. મારાં આગમનનું કારણ જુદું જ છે. મને એક દિવસ સર્પ કરડે હતા, તેનું ઝેર કેમે કર્યું ઉતરતું ન હતું, એક ગ્રહસ્થે આપનું નામસ્મરણ કરી ડંખનું ઝેર ચૂસી લીધું, આપના પ્રભાવથી ઝેર ઉતર્યું અને હું બ. પરિણામે જેમના નામસ્મરણથી વિષ દૂર થયું તેમના દર્શન કરી પાવન થવા વિચાર કર્યો અને તેથી જ હું અહીં આવ્યો છું. આ વખતે સંધવણુ સાંગદે પાસે હતાં; જેમણે પ્રશ્ન કર્યો કે “ આપના પૂર્વાવસ્થાના ગોર છે?” સુરિજીએ કહ્યું કે “એ ગેર નથી પણ મારા વિદ્યાગુરૂ છે” સંધવણે તરતજ પિતાના હાથમાંનું કડું તેમજ બીજા બારસે રૂપક એકઠા કરી એ વિદ્યાગુરૂને આયા
શ્રી વિજયસેનસૂરિને વિ. સં. ૧૬૨૬ માં ખંભાતમાં પંડિત પદ આપવામાં આવ્યું; પાછળથી તેઓશ્રી શ્રી વિજયહીરસૂરિજીના પટ્ટધર થયા હતા, જેમણે લગભગ ચાર લાખ જિનબિંબની પ્રતિષ્ઠા કરી છે. તે વિદ્વાન અને વાદી સૂરિ ૬૮ વરસની વયે સં. ૧૬૭ર ના જેઠ વદ ૧૧ ના દિને ખંભાતના અકબરપુરમાં સ્વર્ગવાસી થયા. બાદશાહ જહાંગીરે તેમના સ્તૂપ માટે દશ વીધા જમીન મફત આપી અને ગામે પણ તે દિવસે હડતાલ પાળી હતી. અગ્નિ સંસ્કારની જગ્યાએ ખંભાતના સમજીશાહે સ્તપ કરાવ્યો. કાળક્રમે અકબરપુર પડી ભાગતાં સ્તૂપ પરની પાદુકા આજે ભૌયરાપાડાના શ્રી શાંતિનાથના જિનાલયમાં રક્ષાઈ રહી છે. સામજીશાહ ઓશવાળ જ્ઞાતિના જગશીશાહના પુત્ર હતા અને શ્રીમલ્લના ભત્રીજા હતા. ખંભાતમાં સંઘવી સોમકરણ, સંઘવી ઉદયકરણ, સોની તેજપાળ, રાજા શ્રીમલ, ઠક્કર જયરાજ, જશવીર, ઠાકર લાહીયા, ઠક્કર કીકા વાઘા, ગાંધી કુંઅરજી, શાહ ધરમશી, શાહ લકકે, દેશી હીરે, શ્રીમલ્સ, સોમચંદ અને Sાઠક્કર અરજી આદિ મુખ્ય હતા; પારેખ રાજીયા વજીયા સરિશ્રી,