________________
૧૯
લિખિત પ્રાકૃત વ્યાકરણની એક એક પ્રત ખંભાતના શાન્તિનાથના ભંડારમાં છે.
વિ. સં. ૧૭૫૬ માં બૃહદગચ્છના પવચંદ્રસૂરિપ્રતિષ્ઠિત પાર્શ્વનાદબિંબ ખંભાતના ચોકશીની પોળના ચિંતામણ પાર્શ્વનાથના જિનાલયમાં છે.
વિ. સં. ૧૩૮૦ માં કક્કસૂરિએ દેશળ શાહના કુટુમ્બે કરાવેલ ચતુર્વિશતિપદ પ્રતિષ્ઠિત કરેલ હતા; જે શ્રી ચિંતામણ પાર્થ નાથના જિનાલયમાં છે.
વિ. સં. ૧૭૮૨ માં બ્રાહ્મણ ગચ્છના અભયચંદ્રસૂરિ પ્રતિષ્ઠિત શાન્તિનાથ બિંબ ખંભાતના નવ પલ્લવ પાર્શ્વનાથના જિનાલયમાં છે.
વિ. સં. ૧૪૦૦ માં દેશળશાહપુત્ર સહજપાળનો ભાર્યા નયન દેવીએ કરાવેલ સમવસરણ ખંભાતના ખારવાડાના શ્રી સીમંધર સ્વામીના જિનાલયમાં છે.
શ્રી વિજયહીરસૂરિજીના હસ્તે સંધવી ઉદયકરણે સં. ૧૯૩૮ માં શ્રી ચંદ્રપ્રભુજીની પ્રતિષ્ઠા ખંભાતમાં કરાવી; જ્યારે સૂરિજી ગંધાર હતા ત્યારે બાદશાહ અકબરનું આમંત્રણ આપ્યું; અમદાવાદના સંધની સુચનાથી સંધવી ઉદયકરણ, પારેખ વજીયા રાજીયા અને રાજા શ્રીમલ્લ ઓશવાળ વગેરે ગંધાર ગયા. અભયરાજ બધાને સાથે લઈ શ્રી વિજયહીરસૂરિ સહિત ખંભાત આવ્યો; વાઘજીશાહને ત્યાં સૌ ઉતર્યા. રાજીખુશીની દીક્ષા હોવાથી ઉત્સવની તૈયાર થવા લાગી. દાન ક્રિયાઓ શરૂ થઈ. લગભગ ત્રણ માસમાં અભયરાજે તે નિમિત્તે પાંત્રીસ હજાર મહમુદી (તે વખતના સીક્કા) વાપર્યા પછી પોતાના પુત્ર, પુત્રી, સ્ત્રી, ભોજાઈ અને ચાર નોકરે સહિત અભયરાજે કંસારીપર (કંસારી-ખંભાત નજીક)માં આંબા સરેવર (આંબાખાડ) પાસે Sારાયણ વૃક્ષ નીચે સુરીશ્વરજી પાસે દીક્ષા લીધી.ww.un
www.umaragyanbhandar.com