SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ તેથી તેણીને ત્યાં મૂછ આવી. પરંતુ ભગવાને બોધ આપવાથી તેણીને વૈરાગ્ય ઉપજ્યો અને પ્રભુ પાસે ચારિત્ર લઈ તે ચંદનબાળા સાધ્વી પાસે રહી. ગુરુણીની આજ્ઞા લઈ તેણે રત્નાવલી તપ કરી શરીર શેકવી નાખ્યું. આઠ વર્ષની દીક્ષા પર્યાય પછી અંત સમયે એક માસનું અનશન કરી, કાળી-સાધ્વી કેવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયા. દર કાલીકુમારી. આમલકંપા નગરીમાં કાલ નામને ગાથાપતિ રહે. તેને કાલશ્રી નામની પત્ની હતી. તેનાથી તેને એક પુત્રી થઈ. તેનું નામ કાલીકુમારી. તે યૌવનપણું પામી, પણ તેનું શરીર વૃદ્ધા જેવું દેખાતું હતું. હાથ, પગ, સ્તનાદિ સર્વ અવયવો વૃદ્ધ સ્ત્રી જેવા દેખાતાં. તે અવિવાહિતા જ રહી. એકવાર તે પાર્શ્વનાથ ભગવાનની દેશના સાંભળવા ગઈ. ત્યાં તેને વૈરાગ્ય થવાથી માતાપિતાની રજા લઈને તે દીક્ષિત બની. પુષ્પચુલા નામના આર્યાજી પાસે તેણે ૧૧ અંગ ભણી અને ઉગ્ર તપ સંયમ આરાધવા લાગી. પરંતુ કર્મવશાત પાછળથી તે આચારમાં શિથિલ બની; અને શરીરની વિભુષા-સુશ્રુષા કરવા લાગી. હાથ, પગ, મોટું, માથું તેમજ શરીરના અન્યાન્ય અવયવો તે ધોતી; ઉઠવાની જગ્યાએ પાણી છાંટીને પછી તે બેસતી. આવાં કાર્યો ન કરવાનું પુષ્પગુલા આર્યાજીએ તેણીને વારંવાર કહ્યું, છતાં શિથિલ બનેલી કાલીસાધ્વીએ તે માન્યું નહિ. એ રીતે ઘણા કાળ ચારિત્રમાં નિગમન કરીને, પૂર્વ કૃત્યોની આલોચના લીધા વગર અંતિમ અનશન કરી તે મૃત્યુ પામી અને ચમરચંપા કાલાવર્ત સક નામક વિમાનમાં દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તે અઢી પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહમાં અવતરશે અને મેક્ષમાં જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy