SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર તેજ વખતે અને મિત્રા ડેસ્વાર થઈ શ્રાવણીમાંથી બહાર નીકળ્યા, અને પૂરવેગે અંજનાના મહેલે આવી પહોંચ્યા. અંજનાના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઉભય. દંપતી મળ્યા. અંજનાએ પવનજયને પુનરાગમનનું કારણ પૂછ્યું. પવનજયે બધી વિતક કહી સંભળાવી. અંજનાનો ભાગ્યભાનુ પ્રકાસ્યા, કેટલેાક વખત બનેએ પ્રેમાનુભવમાં ગાળી વહેલી સવાર થતાં પવનજય છાવણીમાં જઈ પહોંચ્યા. તે વખતે પ્રેમની નિશાની રૂપ તેણે અંજનાને પોતાની વીંટી આપી. ૭–૭ મહિના યુદ્ધમાં વીતી ગયા છે, પવનજય હજી પાછે * નથી. જ્યારે બીજી તરફ અંજનાને પતિ સમાગમના દિવસથી જ ગર્ભ રહ્યો છે. એકવાર તેની સાસુ કેતુમતી અંજનાની સ્થિતિ નિહાળવા તેણીના મહેલમાં આવી ચડી, તે વખતે અંજનાનું પ્રહિત થયેલું વદન કમળ અને ઉદર ભાગ જોઈ સાસુના ક્રોધનો પાર ન રહ્યો. તેણે અંજનાને વ્યભિચારિણી હાવાનો ઉપાલ'ભ આપી ઘણા કટુ શબ્દો કહ્યા. અંજનાએ વિનમ્ર ભાવે પતિ આગમનની વાત કરીને વીંટી બતાવી, પરન્તુ કેતુમતીએ આ વાત ન માનતાં અંજણા પર કુલટાપણાનો આરેપ મૂક્યા. તેણે આ વાત પ્રલ્હાદ રાજાને કહી, અંજનાને પરદેશ મે!કલી દેવાનો આદેશ કર્યાં. આંખમાં અશ્રુ સાથે અંજનાએ પવનજય આવતા સુધી પેાતાને રાજ્યમાં રાખવાની વિતિ કરી, પણ તે વ્યથ ગઈ. કેતુમતીના હુકમનો અમલ થયે. અંજનાને કાળાં વસ્ત્રો પહેરાવી, કાળા રધમાં બેસાડી તેના પિયરના રસ્તે મેાકલી દેવામાં આવી. જંગલની મધ્યમાં આવતા સારથીએ રથ ઉભા રાખ્યા અને રાજાના હુકમ અનુસાર અંજનાને જંગલમાં ઉતરી જવાનું કહ્યું; અને સાથે સાથે તેના પિયર મહેન્દ્રગઢનો રસ્તા ખતાબ્યા. ભાગ્યને દોષ દેતી હિંમત ધરતી અંજના એલી, અટુલી વનની મધ્યમાં ઉતરી પડી. સારથી રથ લઈ પાહે કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy