________________
આ સાંભળી મૈતમ સંશયમાં પડયા. તેમણે કહ્યું -આનંદ, તમે જુઠું બોલે છે, એટલું દેખી શકાય નહિ, માટે મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત છે.
આનંદે કહ્યું –દેવ, હું યથાર્થ કહું છું. આપ ભૂલ્યા છે માટે આપને જ પ્રાયશ્ચિત લેવું ઘટે.
શ્રી ગૌતમને આ વાત હૈયે ન બેઠી. તેઓ તે સંશયાત્મક બની “બહુ સારૂ” કહી રસ્તે પડયા અને પ્રભુ મહાવીર દેવ પાસે આવી, બનેલી વિતક કહી સંભળાવી. પ્રભુ મહાવીરે આનંદનું કથન સત્ય છે, અને ગૌતમનું કથન અસત્ય છે, કહેતાં જ આશ્ચર્ય સાથે શ્રી ગૌતમે પ્રાયશ્ચિત લીધું અને શ્રી આનંદ પાસે આવી પિતાની ભૂલની માફી માગી.
આનંદ શ્રાવકે ૨૦ વર્ષનું શ્રાવકવ્રત પાળ્યું. મરણાંત ૧ માસનું અનશન કર્યું અને વિશુદ્ધ પરિણામે કાળધર્મ પામી તેઓ પહેલા સૌધર્મ નામના દેવલોકમાં ગયા, જ્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મેક્ષમાં જશે.
૩૪ આનંદ બળદેવ. ચક્રપુરી નામક નગરીમાં મહાશિર નામે રાજા હતો, તેની વિજયંતી નામની રાણીથી આનંદ નામે ૬ ઠા બળદેવ થયા. તેઓ પુરિષ પુંડરિક નામના વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેમણે અરનાથ પ્રભુના શાસનમાં દીક્ષા લીધી. સંયમ તપની ઉત્કૃષ્ટ આરાધના કરીને, ૮૫ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ નિર્વાણ પામ્યા-મેક્ષમાં ગયા.
૩૫ આનંદ કુમાર તેઓ રાજગૃહિના શ્રેણિક રાજાના પુત્ર પ્રિયસેનના પુત્ર હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com