________________
૨૭
કે ગુરૂને હજુ શરમ છે માટે સમજી શકશે, એમ ધારી તેણે ઉત્પન્ન કરેલાં બધાં રવ સંકેલી લીધા અને શિષ્યનું સ્વરૂપ ધરી ગુરૂ સમીપે ઉભા રહી વંદન કર્યું અને પછી તેણે દેવ સ્વરૂપે પ્રગટ થઈ સઘળે વૃત્તાંત કહ્યો; એટલે ગુરૂને જૈનધર્મની શ્રદ્ધા દૃઢ થઈ. પુનઃ તેમણે ચારિત્ર લીધું. અશ્રદ્ધા માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા અને સંયમની ઉત્કૃષ્ટ શ્રેણિમાં પ્રવેશી મેક્ષ પામ્યા.
૩૨ આદ્રકુમાર સમુદ્રની મધ્યમાં આદ્રપુર નગર હતું. ત્યાં આદ્રક રાજા રાજ્ય કરતે. તેને આકા નામની રાણી હતી અને આકુમાર ' નામે પુત્ર હતે.
રાજગૃહિ નગરીના રાજા શ્રેણિક અને આદ્રપુરના રાજા આદ્રકને સારો સંબંધ હતો, તેથી તેમના રાજપુત્રે “આદ્રકુમાર અને અભયકુમાર અને મિત્રાચારી થઈ હતી. આ પ્રીતિની વૃદ્ધિ માટે બને રાજાઓ અને બંને કુમારે પરસ્પર એકબીજાને અવનવી ભેટ એકલતા હતા. એકવાર અભયકુમારે વિચાર કર્યો કે હું ધર્મ પામ્યો હોવા છતાં અનાર્યભૂમિમાં વસતા મારા આદ્રકુમાર મિત્રને ધમે ન પમાડું તે અમારી મિત્રાચારી શા કામની? એમ વિચારી એકવાર અભયકુમારે એક પેટીમાં તેને ધર્મના ઉપકરણે મોકલ્યાં અને તે પેટી એકાંતમાં ઉધાડી જોવાનું કહ્યું. આદ્રકુમારે તે પ્રમાણે એકાન્તમાં પેટી ઉધાડી ધર્મ ઉપકરણ જયાં. આશ્ચર્ય સાથે તે સંબંધી વિચાર કરતાં તેને યાદ આવ્યું કે
પૂર્વે મેં આવી વસ્તુઓ જોઈ છે.' વિશેષ ચિંત્વન કરતાં આ કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે વડે તેણે પોતાના પૂર્વભવનું મુનિ
સ્વરૂપ જોયું, આથી તેણે અભયકુમાર પાસે જવાની પિતા પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com