________________
૩૩૮
તેફાની છે. તેથી જ લોકે મને સતાવે છે. માટે મારે આ સ્થાનમાં રહેવું ઉચિત નથી. એમ ધારી હરિકેશ ત્યાંથી જંગલ માર્ગે દૂર ને દૂર ચાલવા લાગ્યો. ત્યાં રસ્તામાં તેણે એક શાંતમુર્તિ સાધુ મહાત્માને બેઠેલાં જોયા. જોતાંજ તેનામાં સદ્ભાવ ઉન્ન થયો. તેણે મુનિના ચરણમાં શિર ઝૂકાવીને વંદન કર્યું. મુનિ બોલ્યા – વત્સ, તું કોણ છું અને અહિં કયાંથી આવી ચડે? હરિકેશે જવાબ આપ્યઃ મહારાજ ! હું ચંડાળને પુત્ર છું. હારા તોફાની સ્વભાવથી વડિલોએ મહારે તિરસ્કાર કર્યો છે, પરંતુ મને હવે ખાત્રી થઈ છે કે જગતમાં ઝેર અને કંકાસથી છવની દુર્દશા થાય છે, અને નમ્રતાથી જીવનું કલ્યાણ છે. મહારાજ, મેં હવે જ્યાં શાંતિ મળે ત્યાં જવાને નિશ્ચય કર્યો છે. તે કૃપા કરી મને શાંતિનો માર્ગ બતાવશો ?
મુનિ સમજ્યા કે આ હળુકર્મી જીવ છે, તેથી તેમણે હરિકેશને બોધ આપતાં કહ્યું –હે વત્સ ! તું શાંતિની શોધમાં છે, તે તને બહાર શોધવાથી નહિ મળે. ખરી શાંતિ હારા આત્મામાં રહેલી છે. આ જીવ અનંત કાળથી ૮૪ લાખ છવા યોનિમાં રખડે છે. અને કલેશ, પ્રપંચ, નિંદા, કષાય, પ્રમાદ વડે સંસારમાં દુઃખ પામે છે. માટે ભાઈ, ત્યારે ખરી શાંતિ જોઈતી હોય, તે જગતની સર્વ ઉપાધિ, સર્વ માયાને પરિત્યાગ કર અને મહારી જેમ ત્યાગદશાને આધિન થા, તેજ હારું કલ્યાણ થશે. આ સાંભળી હરિકેશ બેલ્યા – પણ પ્રભુ, હું ચંડાળ છું ને! શું તમે મને દીક્ષા આપી શકશે?
હા,ચંડાળ હે તેથી શું થયું? પ્રભુ મહાવીરના માર્ગમાં સર્વ કેને આત્મ કલ્યાણ કરવાને હક્ક છે. મુનિનું કથન સાંભળી હરિકેશબળે ત્યાંજ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને એકાંત તપ કરવા તેઓ જંગલમાં નીકળી પડયા. ત્યાંથી ફરતાં ફરતાં હરિકેશમુનિ વારાણશી નગરીના હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા, અહિં તિંદુક નામના યક્ષનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com