________________
૩ર૦
૨૩૦ સુભદ્રા.
વસંતપુર નગરમાં જિનદાસ નામે શ્રાવક હતા. તેને જિનમતી નામની સ્ત્રી હતી. તેનાથી તેમને એક પુત્રી થઈ હતી. તે પુત્રીનું નામ સુભદ્રા. સુભદ્રા રાજ ઉપાશ્રયમાં જાય, વ્યાખ્યાન સાંભળે, સામાયક કરે, ધાર્મિક પુસ્તકો વાંચે, અને ખૂબ ભણે. તે સામાયક શીખી, પ્રતિક્રમણ શીખી, જીવાજીવનું સ્વરૂપ જાણ્યું, નવતત્વ જાણ્યાં, કપ્રકૃતિ જાણી, એટલું જ નહિ પણ તે સદાચાર શીખી, ગૃહજીવનની ઉન્નતિ શીખી. તેને સ્વભાવ મીડ અને મરે. વખત જતાં તે ઉંમર લાયક થઈ; એટલે તેના પિતાએ તેને માટે લાયક પતિની તપાસ કરવા માંડી.
એકવાર ચંપાનગરીના બુહૃદાસ નામનાં એક બૌદ્દમાર્ગી ગૃહસ્થ, સુભદ્રાને સુશીલ અને સ્વરૂપવાન જાણીને તેનું માગું કર્યું. જિનદાસે પરધમમાં તેને આપવા ના પાડી. તેથી બુદ્ધદાસ શ્રાવક થયા. જિનદાસે સુભદ્રાનું તેની સાથે લગ્ન કર્યું. સુભદ્રા સાસરે આવી. તેની નણંદ સાસુ વગેરે બૌદ્ધર્મી, અને સુભદ્રા જૈનધર્મી, તેથી બન્નેના મેળ મળ્યા નહિ. પરિણામે સાસુ નણુંદ રાજ કંકાસ કરવા લાગી અને સુભદ્રાને સતાવવા લાગી. તેમજ સાચા ખોટા વાંક કાઢી સુભદ્રાને ઠપકા અપાવવાના પ્રયત્ન કરવા લાગી. છતાં બુહૃદાસને તેના પતિવ્રતપણાની તથા તેની સરળતાની ખાત્રી હતી. તેથી તે સુભદ્રાને કંઈ કહેતા નહિ. સાસુ નણંદનું જોર વધ્યે જ જતું. સુભદ્રા બધું સમભાવે સહન કરતી. અને સાસુ વગેરેના વિશેષ કંકાસથી સુભદ્રા નિત્ય નિયમ સાચવી પોતાના કર્મના જ દોષ કહાડતી દિવસેા પસાર કરવા લાગી.
એકવાર કા જૈન સાધુ સુભદ્રાને ધેર વહેારવા પધાર્યાં. સુભદ્રા એ મુનિને પ્રેમપૂર્ણાંક વંદન કર્યું. તેવામાં વટાળીયા થયા. ખૂબ પવનના વાવાથી મુનિની આંખમાં એક તણખલું પડયું જેથી મુનિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com