________________
૩૧૩
થ, તે કિશોરાવસ્થાએ પહોંચ્યા, ત્યારે કીર્તિધર રાજાએ તેને રાજ્યાસને સ્થાપીને વિજયસેન નામક મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. એકવાર કીર્તિધર મુનિ માસક્ષમણને પારણે ભિક્ષાર્થે શહેરમાં નીકળ્યા, તેવામાં તેમની પત્ની સહદેવીએ તેમને રાજમહાલયની અગાશીમાંથા જોયા. જતાં જ તેણુને વિચાર થયો કે મારા પતિને મુનિ વેશમાં જોઈને, જે મારે પુત્ર સુશલ પણ દીક્ષા લેશે તે મહા અનર્થ થશે, એમ ધારી કઈ વેશધારીઓ પાસે તેણુએ કીર્તિધર મુનિને નગરની બહાર કઢાવી મૂક્યા. આ સમાચાર જાણ સુકેશલની ધાવમાતા રુદન કરવા લાગી. સુકેશલે તેણને સદનનું કારણ પૂછતાં, તેણુએ કહ્યું કે જ્યારે હમે હાની વયમાં હતા ત્યારે તમારા પિતાએ તમને રાજ્યાસને બેસાડીને દીક્ષા લીધી હતી. તેઓ આજે ભિક્ષાર્થે નગરમાં આવ્યા હતા, અને જે હમે તેમને જુએ તે હમે પણ દીક્ષા લઈ લ્યો, એ હેતુથી તમારી માતાએ તે ક્ષમાશીલ મુનિને નગરની બહાર કઢાવી મૂક્યા છે. આ વાત જાણું સુકોશલ પિતાના સ્થાને ગયો; અને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તે પણ દીક્ષિત થયો. આથી તેની માતા સહદેવીને અતિશય સંતાપ થવા લાગ્યો. અનુક્રમે આર્તધ્યાનથી તે મૃત્યુ પામીને કઈ ગિરિની ગુફામાં વાઘણુ થઈ
એકવાર આ બંને પિતા પુત્ર સાધુ એક પર્વતની ગુફામાં ચાતુર્માસ કરીને રહ્યા. ચાતુર્માસ પૂરે થતાં તેઓ બંને ભિક્ષા મેળવવા માટે બહાર ચાલ્યા. ત્યાં માર્ગમાં યમદૂતી જેવી પેલી વાઘણે તેઓને દીઠા. તેનામાં પૂર્વભવનું વૈર જાગ્રત થયું. મોટી ત્રાડે મારતી તે દુષ્ટ વાઘણ સુશલ મુનિ સામે ઘુરકીયા કરતી દેડી આવી. પિતાને ઉપસર્ગ આવેલ જાણી બંને મુનિઓ ધર્મધ્યાનમાં સ્થિર બની કાત્સર્ગમાં રહ્યા. વાઘણે સુશલ મુનિનું શરીર ફાડીને માંસનું ભક્ષણ કરવા માંડયું. સુકોશલ મુનિ “વાઘણ મને કર્મક્ષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com