SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ઘર તે તેમને સ્મશાનવત લાગવા માંડયું, અને પિતાની જાતને ભ્રષ્ટ કરી, એથી હેમને પારાવાર ખેદ થયા. સંસ્કારી હેવાથી તેમણે આત્માના સ્વરૂપને વિચાર કરવા માંડે. જગત તેમને નિઃસાર જણાયું. અને તેનાથી મુક્ત થવાને ભાવ સ્કૂર્યો. તત્કાળ તે વખતે ત્યાં બિરાજતાં સંભૂતિવિજય નામના મુનિ પાસે તેઓ ગયા અને તેમણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે ખૂબ જ્ઞાન મેળવ્યું. શાસ્ત્ર સિદ્ધાતે ભણી, આત્મ ભાવમાં સમય પસાર કરવા લાગ્યા. ચાતુર્માસને સમય હતો. સંભૂતિવિજય મુનિના ચાર શિષ્યએ જુદા જુદા સ્થળે ચાતુર્માસ રહેવાને નિશ્ચય કર્યો. ચાર માસના ઉપવાસ કરી ચારે શિષ્યો જુદાં જુદાં સ્થાને રહ્યા. તેમાંના એક રહ્યા સિંહની ગુફાના મેઢા ઉપર, બીજા સાપના રાફડા આગળ, ત્રીજા કુવાના મંડાણ ઉપર અને ચોથા સ્થળીભદ્રજી કેશ્યા નામની વેશ્યાના ઘેર ચાતુર્માસ ગાળવા માટે ગયા. સ્થળીભદ્રજી કેશ્યાના આવાસે પહોંચ્યા. તેમને જોઈને કેશ્યાને ઘણે હર્ષ થયો. પોતાને છોડીને ચાલી ગયેલા સ્વામી મળવા આવ્યા એમ ધારી તેણીએ તેમનું સ્વાગત કર્યું; પણ સ્થૂળભદ્રને મુનિવેશમાં જઈ વસ્યાએ ઈર્ષાગ્નિથી બળવા માંડ્યું. સ્થળભદ્રજીએ માસુ ગાળવા માટે કેસ્યાના આવાસની માગણી કરી. કેશ્યાએ તે સ્વીકારી. સ્થળીભદ્રજી ત્યાં રહ્યા. કેસ્યા સોળ શણગાર સજી, બણ ઠણી, જેરમાં પગ ઉપાડતી, સ્થળીભદ્રજી સમીપ આવી અને અનેક પ્રકારના હાવભાવ, કટાક્ષ કરવા લાગી. સ્થળીભદ્રને ચલાવવા તેણે ઘણા ઘણા પ્રયત્નો કર્યા. પણ બધા ફેકટ. તે નિરાશ થઈ. જુનો પ્રેમ તાજો કરવા અને પોતાની સાથે ભોગ ભોગવવા તેણીયે ઘણી આજીજી કરી, વિનંતી કરી, ઘૂંટણીએ પડી, પણ બધું નિરર્થક ! શૂળીભદ્ર સમજ્યા કે આને બુઝવવી. એમ ચિંતવી તેમણે વેશ્યાને ઉપદેશ આપ્યું અને જાર કર્મના મહાન પાપ કર્મથી પાછા હઠવા સમજાવ્યું. વેશ્યા હળુકર્મી હતી, તેથી મુનિને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy