SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ પાસે દ્રવ્ય આપી એકઠાં કરાવત, અને માંસ વગેરે ખરીદત હતો. પછી તે કસાઈ તે જાનવરને કાપી તેનાં માંસને કઢાઈમાં તળીને, અગ્નિપર સેકીને બજારમાં વેચવા નીકળતા અને પિતાની આજીવિકા ચલાવતે. એવી રીતે તે સાતસો વર્ષનું આયુષ્ય ભોગવી મરીને ચેથી નરકમાં ઉપન્ન થયા. ત્યાંથી નીકળીને તેણે સુભદ્રશાહુકારને ત્યાં જન્મ લીધો. સગડ ઉમર લાયક થતાં તેના માતા પિતા ભરી ગયાં. સગડ ધીમે ધીમે દુર્વ્યસની બને. ચોરી, જુગાર, વ્યભિચાર આદિ દુષ્ટ વ્યસનનું સેવન કરવા લાગ્યા. સમય જતાં તે સુદર્શના નામની ગણિકાના પ્રેમમાં પડ્યો. આ વાતની પ્રધાનને ખબર પડી, તેથી તેને ત્યાંથી હાંકી કાઢો અને પ્રધાને તે વેશ્યાને પોતાના જનાનામાં રાખી. સગડ હડધૂત બનવાથી અહિં તહિં ભટકવા લાગ્યો. તેને કાંઈ ચેન પડ્યું નહિ. તેથી મેહને વશ થઈ તે વેશ્યાને ત્યાં જવાને લાગ શોધવા લાગ્યો. એકદા તે લાગ સાધીને વેશ્યાના ઘરમાં પેસી ગયો. તેવામાં પ્રધાન ત્યાં આવી પહોંચ્યા અને આ સગડને વેશ્યા સાથે રમણ કરતો દેખીને તેને ખૂબ માર્યો, તથા માણસો મારફત પકડીને બાંગે. પ્રધાને રાજાને વાત કરી. રાજા પણ કેધે ભરાયે તેથી તેને આકરામાં આકરી શિક્ષા કરવાનું પ્રધાનને સૂચવ્યું.” તે પરથી પ્રધાને ઉપર પ્રમાણે તેને શિક્ષા કરી હતી. શ્રી ગૈાતમને સગડનું પશ્ચાત જીવન જાણવાની ઈચ્છા હોવાથી પ્રભુએ કહ્યું–સગડ પ૭ વર્ષનું આયુષ્ય ભોગવી આજ ત્રીજા પહેરે લોખંડની બળતી ભઠ્ઠીમાં હોમાઈને મરણ પામશે અને પહેલી નરકમાં જશે. ત્યાંથી નીકળી રાજગૃહનગરમાં ચંડાળને ત્યાં એક જોડલું ઉપ્તન્ન થશે. તેમાં તે પુત્ર રૂપે જન્મશે. પુત્રનું નામ સગડ અને પુત્રીનું નામ સુદર્શન રાખશે. સુદર્શનાનું રૂપ દેખીને સગડ મૂછિત થશે અને તે પિતાની બહેનની સાથે ભોગ ભોગવશે. એ રીતે તે મહાન પાપ કર્મને સેવશે. ત્યાંથી અનંત સંસાર પરિભ્રમણ કરશે. આખરે તે મનુષ્યભવમાં આવો કર્મ રહિત થશે. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy