SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ થઈ શાળીભદ્રના મહેલ આગળ નીકળ્યા. ભદ્રા માતાએ તે વેપારીની સઘળી કાંબળે ખરીદી લીધી. વેપારી શેઠની અદ્ધિ જોઈને અજાયબ થ. બીજે દિવસે શ્રેણિક નૃપતિની રાણું ચલણુએ તે રત્નકાંબળ લેવાને રાજાને આગ્રહ કર્યો. એટલે રાજાએ તે વેપારીને બોલાવ્યો, પરંતુ રાજાએ જાણ્યું કે શાળીભદ્ર શેઠની માતાએ બધી કાંબળો ખરીદી લીધી છે! આ જાણી રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો કે પિતાના નગરમાં આવા સમૃદ્ધિશાળી રત્નો અસ્તિત્વ ધરાવે છે. ત્યારપછી તેમાંની એક કાંબળ રાણી માટે લઈ આવવા રાજાએ અભયકુમારને શાળીભદ્રને ઘેર મોકલ્યા. ભદ્રાએ મંત્રીને ભાવપૂર્વક સત્કાર કરતાં કહ્યું કે મંત્રીજી, ધન્ય ભાગ્ય અમારાં કે આપે અમારે ત્યાં પગલાં કર્યા, પરંતુ દીલગીર છું કે તે કાંબળો શાળીભદ્રની સ્ત્રીઓએ સ્નાન કર્યા પછી, તે વડે અંગ લૂછીને ગટરમાં ફેંકી દીધી છે. આ સાંભળતાં અભયકુમારના આશ્ચર્યને પણ પાર રહ્યો નહિ. તેણે સઘળી વાત શ્રેણિક રાજાને કહી. શ્રેણિકે શાળીભદ્રને આવાસ જેવા જવાનો વિચાર કર્યો, તેથી તેઓ શાળીભદ્રને ઘેર આવ્યા. મહારાજા તથા મંત્રીશ્વર વગેરેનું ઉચિત સ્વાગત કરી ભદ્રાએ તેમને એગ્ય આસને બેસાડયા. શ્રેણિકે શાળીભદ્રના મુખદર્શનની ઈચ્છા વ્યક્ત કરી, એટલે ભદ્રામાતા ઉંચા પ્રાસાદના છેક ઉપરના ભાગમાં શાળીભદ્ર પાસે ગયા અને કહ્યું –ભાઈ! આપણે ત્યાં શ્રેણિક આવ્યા છે તે નીચે આવે. જેમને દુનિયાને લેશ પણ ખ્યાલ નથી એવા શાળીભટ્ટ માતાનું વચન સાંભળીને કહ્યુંઃ માતાજી! શ્રેણિક આવ્યા હોય તે ના વખારે, એમાં મને પૂછવા જેવું શું હોય ? ભદ્રા સમજ્યા કે શાળીભદ્રને શ્રેણિક કેણ છે તેની ખબર નથી. એટલે તેમણે કહ્યું –ભાઈ શ્રેણિક મહારાજા ! રાજગૃહિના ભૂપતિ, આપણું માલીક પધાર્યા છે. શાળીભદ્ર આ સાંભળી ચમક્યા. તેઓ વિચારમાં પડયા કે મહારે આટઆટલી સાહ્યબી, છતાં શું મહારે માથે માલીક? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy