________________
૬૬
અનેક મુનિ વારંવાર લઘુનીતિ વગેરેના કાર્ય નિમિત્તે જતાં આવતાં દ્વાર પાસે સૂતેલા તે નવદીક્ષિત મુનિના શરીરની બરાબર વૈયાવચ્ચ થવા લાગી. એટલે જતાં આવતાં અને વખત મુનિના પગના સ્પર્શી મેઘકુમારને થતા. તેથી મેધકુમારને બહુ દુઃખ થતું. નિરાંતે ઊંઘી શકાય નહિ, ધ આવવા લાગે કે તરત એકાદ મુનિના પગ મેઘકુમારના પગ સાથે અથડાય જ; તેથી તેમણે આખી રાત્રી ઉંધ વિના દુઃખમાં જ પસાર કરી. પિરણામે અશુભ વિચારાએ તેમના હૃદયમાં સ્થાન લીધું. મેધકુમારથી આ પરિષ સહન ન થયા. તેમને ગૃહસ્થાવાસના સુખ સાંભર્યાં, અને કઠિન સાધુમાર્ગથી નિવૃત્ત થવાની આકાંક્ષા ઉત્પન્ન થઈ.
પ્રભાતે તેઓ પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા. તત્ક્ષણ તે સર્વજ્ઞ પ્રભુએ મેઘકુમારે રાત્રિમાં કરેલાં અશુભ વિચારા કહી દીધાં. મેધકુમારે તે કબુલ કર્યું. પ્રભુ મહાવીરે તેના પૂર્વ ભવ વર્ણવતાં કહ્યું, હે મેધકુમાર, તું પૂર્વભવમાં એક સૉંપર હાથી હતા. અનેક હાથી અને હાથણીએના સમૂહ વચ્ચે તું અભિમાન સહિત વસતા હતા. ગ્રીષ્મે રૂતુના સમય હતા. એક વખત વનમાં દાવાનળ સળગ્યા. હાથી, હાથણીએ અને અનેક પશુ પંખીયા ભયભ્રાંત થઈને આમતેમ નાસવા લાગ્યાં. હારા ત્રીજા ભવમાં પણ આવીજ સ્થિતિ થયેલી હોવાથી તે તને યાદ આવી, અને હારી વિશુદ્ધ લેસ્યાના શુભ પરિણામથી તને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ત્યારબાદ ત્યાંથી નાસીને એક જગ્યામાં આસપાસના તમામ વૃક્ષેા તે મૂળમાંથી ઉખેડી નાખ્યાં અને ઝાડ પાન વગરનું એક મેદાન તે બનાવ્યું કે જ્યાં અગ્નિ પ્રસરી શકે નહિ. ત્યાં તે મેદાનમાં તું નિર્ભીય રીતે રહ્યો. તે મેદાનમાં હાથી, સિંહ, વાઘ, શિયાળ વગેરે અનેક પ્રાણીઓએ આશ્રય લીધો. તે વખતે હે મેધ, તારૂં શરીર ખણવા માટે તે એક પગ ઉપાડયા. અનેક પ્રાણિયાની ગીચાગીચમાં અને જગ્યા માટે હલન ચલન થતાં, તારા પગ મૂકવાની જગ્યા નીચે એક સસલા આવી રહયા. શરીર ખણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com