SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ચાડીવારે અતિમુક્તને પોતાનું સાધુપણું યાદ આવ્યું. પેાતાના બાળ સ્વભાવ માટે તેમને ઘણા ખેદ થયા; પ્રાયશ્ચિત્તાથે તેમણે ઇઝરયાવહી પ્રતિક્રમી. પશ્ચાતાપના અગાધ જળમાં સ્નાન કરતાં તે શુદ્ધ થયા. ૧૧ અંગ ભણ્યા, ગુણુ સંવત્સર કર્યાં. અને વિપુલગીરી પત પર સથારા કરી તેઓ નિર્વાણ ( મેાક્ષ) પામ્યા. ૧૧ અદીનશત્રુ રાજા. કુરુદેશના હસ્તિનાપુર નગરનો તે રાજા હતા; પૂર્વભવમાં મહાબળનો વૈશ્રમણુ નામે તે મિત્ર હતા. તેણે ગત ભવમાં મહાબળ સાથે દીક્ષા લીધી હતી. ઉગ્રતપ સ’યમના પ્રભાવે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હતા, અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરો તે અદીનશત્રુ નામે રાજા થયા હતા. મલીકુંવરી ( મોનાથ ) ના પિતા કુંભરાજાને મદન નામનો એક કુમાર હતા. તેણે પોતાના મહેલના બગીચામાં અનેક સ્થંભા અને ચિત્રાથી સુોભિત એવા સભા મંડપ બધાવ્યા હતા. ચિત્રાની હારમાળામાં એક ચિત્રકારે મહીકુંવરીનું આબેહુબ ચિત્ર ચિતર્યું હતું. મલ્લીકુંવરીની આ પ્રતિમા માનિ પણ ન પારખી શકયે કે તે જીવન્ત પ્રતિમા છે કે જડ? આવી ઉત્તમ કળાકૃતિ માટે મદિન તે ચિત્રકાર પર પ્રસન્ન થવાને બદલે ક્રોધિષ્ટ બન્યા. ચિત્રકારને ઈનામ આપવાને બદલે તેણે તેનો નાશ કરવાની અનુચરાને આજ્ઞા આપી. આ સાંભળી ચિત્રકાર કપ્યા, પ્રજાજનો દયાથી મેલી ઉઠયાઃ–મહારાજ ! ચિત્રકારનો આમાં અપરાધ નથી, છતાં આપની દૃષ્ટિએ તે અપરાધી હાય, તાપણુ તે એક માત્ર અંગુઠાને જોવાથી સાક્ષાત્ આખી પ્રતિમા ચિતરી શકતા હેાવાથી, તેને ગુન્હા માફ કરવા જોઇએ. પ્રાજનોની આ વિનતિથી મદિને તેના વધ ન કરાવ્યા, પણ તેની આંગળા છેદાવી તેને દેશનિકાલની સજા કરી. આથી તે ચિત્રકાર હસ્તિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy