SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ જળના સમુદ્ર ભુજા વડે તરવા દુષ્કર, તેમ સંસારરૂપી સમુદ્ર તરવા ધણા જ કઠિન છે. સંયમ માર્ગોમાં આવતાં ઉપસર્વાં, પરિષહા એ ભયાનક છે. ગરમ પાણી પીવું, જમીનપર સૂઈ રહેવું, તાપમાં ઉધાડા પગે ક્રવુ, ટાઢમાં પૂરતાં વસ્ત્રો ન મળે, માથે કેશના લોચ કરવા, છકાય જીવની દયા પાળવી, સત્ય ખેલવું, રજા વગર એક સળી સરખી પણ ન લેવાય, આ યૌવનકાળમાં બ્રહ્મચ` પાળવું, સ પરિગ્રહ, માયા, મમતા, મેાહના ત્યાગ કરવા, ક્ષુધા, તૃષા, ટાઢ, તાપ ડાંસ, મચ્છર, સપ્` આદિના પરિસંહે ારાથી સહન નહિ થઇ શકે; માટે હે પુત્ર, દીક્ષા લેવાનું મુલતવી રાખી આ વિપુલ ભેગ સાધને મળ્યાં છે, તેને સુખપૂર્વક ભાગવા, અને વૃદ્ધાવસ્થા પામતા ખુશીથી સંયમ માગને ગ્રહણ કરજો. મૃગાપુત્રે જવાબ આપ્યા. હે માતાપિતા, મળેલી સર્વ સામથ્રોના ત્યાગ કરવા તેમાંજ ખરી વીરતા– ત્યાગ ભાવના રહેલી છે. વળી મનુષ્યથી અનંતગણી રિદ્ધિ દેવગતિમાં આ જીવે અનેકવાર મેળવો છે. તેનાથી પણ આ જીવ ધરાયા નથી તા આ ક્ષણિક રિદ્ધિ, ભાગ ઉપભાગેાથી શું ધરાવાના હતા ? જેના હૃદયકબાટા, જ્ઞાનચક્ષુ ખુલી ગયાં છે, જે દૃઢ છે, નિસ્પૃદ્ધિ છે તેને જગતમાં કઈ પણ મુશ્કેલ હોતું નથી; માત્ર આત્મબળની દિવ્ય ન્યાત પ્રકાશતાં બધી મુશ્કેલીઓ, ઉપસર્વાંના અંત આવી જાય છે. વળી હે માતા, આ જીવે કયાં દુઃખ સહન નથી કર્યું? નારકી તિર્યંચ અને મનુષ્ય ગતિના અનંત દુ:ખ આ જીવે અનંતવાર ભાગવ્યા છે. નર્કની ધગધગતી ભીમાં અનંતવાર પડયા છુ, વાળુકા નદીની અગ્નિ જેવી ધગધગતી રેતીમાં મને અન તીવાર બાળ્યા છે, ઝાડ ઉપર ઉધે મસ્તકે બાંધી પરમાધામીએ મને કરવત વડે કાપ્યા છે. કાંટાવાળા શામલી વૃક્ષ સાથે બંધા ધણી વેદના મેં ભાગવી છે. શેરડીની માફક મને ધાણીમાં પીલ્યા છે, તરવાર, ભાલા ફરસી વડે મારા રાઈ રાઈ જેવડા ટુકડા કર્યાં છે. એ વખતે મારા આક્રંદ, મ્હારા વિલાપ કાણુ સાંભળે માતા ? ગાડા સાથે જોતરાઇને, હળ સાથે ઘસડાઇને, પાણીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy