SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ટાઢ હોય, તે પણ પ્રભુ કદી હાથ સંકેચતા નહિ, સખ્ત ઉનાળો હેય, છતાં પ્રભુ તે સ્થળે ખુલ્લા પગે ઉભા રહી તપ કરતા હતા. દીક્ષા વખતે પ્રભુને કરવામાં આવેલા સુગંધી દ્રવ્યના વિલેપથી ભમરા, મધમાખ વગેરે અનેક જંતુઓ ચાર માસ સુધી ડંખ મારી લેહી ચૂસતા હતા, છતાં શ્રી પ્રભુએ તેમને ઉડાડવાને જરા પણ પ્રયાસ કર્યો ન હતો. ભગવાન ઈ વખત નિર્જન ઝુંપડાઓમાં, પાણી પીવાની પરબમાં, લુહાર વગેરેની કેડેમાં, અથવા ઘાસની ગંજીઓ નીચે રહેતા; કેઈ વખતે બાગમાં, પરામાં કે શહેરમાં રહેતા, અને કોઈ કઈવાર સ્મશાન, નિર્જન સ્થળ, ઝાડ, ગુફાઓ વગેરે ઠેકાણે રહેતા, જ્યાં તેમને અનેક પ્રકારના પરિસહ પડતાં. જ્યારે પ્રભુ અનાર્ય દેશમાં ગયા હતા, ત્યારે તે તેમના પર આવેલા પરિસહ અવર્ણન નિય હતા. અનાર્ય વસ્તી, ધર્મને કઈ સમજે નહિ, એટલે પ્રભુ વહેરવા જાય તે આહારના બદલે માર, અને પાણીને બદલે પ્રહાર મળતા. પ્રભુની પાછળ અનાર્ય કે કૂતરા દોડાવે, પ્રભુને કરડાવે, કઈ લાકડી ભારે, કોઈ પત્થર ફેકે, એવી દશાને આ ક્ષમાસાગર પ્રભુ આત્મ કલ્યાણના સાધનભૂત ગણી આ સર્વ સમભાવે સહન કરે. દેવોએ પણ પ્રભુને ધ્યાનથી ચળાવવા, સર્પના, વિછીના, હાથીના, સિંહના એમ અનેક રૂપે કરી ખૂબ પરિસહ આપેલો, પણ કરૂણાસિંધુ શ્રી પ્રભુ એ સર્વ સહન કરતા. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પ્રભુ મહાવીરના જીવે એક શવ્યાપાલકના કાનમાં ઉનું ધગધગતું સીસું રેડાવ્યું હતું, તે મહાન નિકાચિત કમને ઉદય પ્રભુને આ ભવમાં આવ્યો હતો. એકવાર પ્રભુ મહાવીર કાયોત્સર્ગ ધ્યાનમાં હતા, તેવામાં કોઈ એક ભરવાડ પોતાના બે બળદેને પ્રભુની સમીપમાં ચરતા મૂકી ચાલ્યો ગયો. બળદ ચરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy