SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ ધન્યવાદ આપશે. એવામાં સુવતા નામના કેઈ સાધ્વીજી પધારશે. બહુપુત્રીદેવી ધર્મ સાંભળી વૈરાગ્ય પામશે અને દીક્ષા લેશે. સખ્ત, ૫, જપ, ધ્યાન ધરી ઘણું વર્ષ સંયમ પાળી એક માસનો સંથારે કરશે અને કાળ કરીને શદ્ર દેવના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ, સંયમ લઈને તે મોક્ષમાં જશે. ૧૬૭ ભરત અને બાહુબળ. ભરત અને બાહુબળ એ રૂષભદેવ ભગવાનના પુત્રો હતા. રૂષભદેવ ભગવાન પોતાનું રાજ્ય આ બે પુત્રોને સંપી, દીક્ષા લઈ ચાલી નીકળ્યા હતા. ભારત અને બાહુબળના બળની આખા જગતમાં જેડી નહિ. રાજ્યાસને આવ્યા પછી ભારત રાજાએ મોટી મેટી લડાઈઓ કરી. મોટા મોટા રાજ્ય જીત્યા અને છ ખંડ જીતીને છેવટે તેઓ ચક્રવર્તી થયા. બાહુબળ પણ ઘણા જબરા હતા. એકવાર ભરત રાજાને વિચાર થયે કે છ ખંડ રાજ્યોને હું જીત્યો. પણ મારા ભાઈ બાહુબળનું બળ વધારે છે માટે તેમને જીતું તે જ હું ખરે કહેવાઉં. એમ ધારી બાહુબળને પિતાની સાથે લડવાનું આમંત્રણ મોકલ્યું. બાહુબળ પણ ભરતથી ગાંજ્યા જાય તેમ ન હતા. તે ભરતને નમે તેવા ન હતા. બંને ભાઈઓ યુદ્ધ કરવા તૈયાર થયા. યુદ્ધમાં અનેક માણસોને સંહાર થાય, તે કરતાં બંનેએ સામસામા લડવું એમ ઉચિત ધારીને બંને ભાઈઓ લડવા માટે રણમેદાનમાં ઉતરી પડ્યા. - ભરતે પોતાનું ચક્ર સણણણણ કરતું બાહુબળ પર છોડયું; પણ એકજ ઉદરથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તેચક્ર કંઈ પણ અસર કરી શકે નહિ, તેવો નિયમ હોવાથી ભારતનું તે ચક્ર બાહુબળના શરીરની આસપાસ ફરીને પાછું ભરત પાસે આવી ગયું. આથી બાહુબળજીને ઘણે ક્રોધ ચડ્યો. તેમણે ભારતને મારવા માટે પિતાની વજ સમાન મુઠી ઉપાડી. ત્યાં જ બાહુબળને લાગ્યું કે માત્ર રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy