SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ર લેવાની પરવાનગી આપી. એવામાં ભ. ઋષભદેવ ત્યાં પધાર્યા. ભરતરાજાએ સુંદરીની દીક્ષામાં અંતરાય આપ્યા બદલ પ્રભુ પાસે પશ્ચાત્તાપ કર્યો. સુંદરીએ ત્યાં દીક્ષા લીધી. સખ્ત તપશ્ચર્યા કરતાં અને ચારિત્રનું વિશુદ્ધ પાલન કરતાં બ્રાહ્મી અને સુંદરીને કેવલ્યજ્ઞાન થયું. કેટલાક કાળ કૈવલ્યપ્રવજ્યમાં વિચરી, અનેક જીવોનો ઉદ્ધાર કરી તેમણે અષ્ટાપદ પર્વત પર અનશન કર્યું અને તેઓ મેક્ષમાં ગયા. ૧૬૬ બૃહસ્પતિદત્ત સર્વભદ્ર નામનું નગર હતું, જીતશત્રુ નામે રાજા હતો, તેને એક મહેશ્વરદત્ત નામને પુરહિત હતો. જે ચાર વેદને જાણનાર હતું. આ પુરેહિત, રાજાને રાજ્યની વૃદ્ધિ અર્થે હેમ કરાવતો હતા. આ હોમ શેને હતો ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના જીવતા બાળકને તેમ કરાવતો હતો. જીવતા તેઓનું માંસ કાઢી તેના પિંડ બનાવી તે હોમમાં રાજા પાસે હેમાવતે હતો. આઠમ ચૌદશને દિન દરેક વર્ગમાંથી બબ્બે બાળક લઈ આઠ બાળકો, ચેથે મહિને સોળ બાળકે, છઠે મહિને ૩૨, અને વર્ષ પુરૂ થતાં ૬૪. તથા શત્રુભય હોય ત્યારે ૪૩ર બાળકોના પ્રાણ લઈ ઉપદ્રવ શાંતિનો હેમ કરાવતો હતો. આવી રીતે પુષ્કળ પાપ ઉપાર્જન કરીને મહેશ્વરદત્ત ત્રણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મરી ગયો અને પાંચમી નરકમાં ગયા. ત્યાં સત્તર સાગરની સ્થીતિ ભોગવી કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની સ્ત્રી વસુદત્તાની કુખમાં ઉત્પન્ન થયો. જન્મ થતાં તેનું નામ બૃહસ્પતિદત્ત રાખવામાં આવ્યું. યુવાવસ્થાએ તે પહોંચે ત્યારે કૌશાંબી નગરીના શતાનિક રાજાના કુંવર ઉદાયન સાથે તેને મિત્રાચારી થઈ શતાનિક રાજા કાળક્રમે મૃત્યુ પામ્યા અને ઉદાયનને રાજ્ય મળ્યું. બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો અને ઉદાયનના અંતેઉરમાં જવા આવવા લાગ્યો. પરિણામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy