SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠઠ્ઠના પારણાના અભિગ્રહ લઇ ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું અને ખૂબ તપશ્ચર્યા કરી. ૨૦ વર્ષ ચારિત્ર પાળી એક માસના સથારે તેમા શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. ૮ અતિમળ. ભરત પછી આ ત્રીજા રાજા અને મહાયશાના પુત્ર હતા. ભરતરાજાની જેમ અતિબળને પણ અરિસાભુવનમાં કૈવલ્યજ્ઞાન થયું હતું. ( અંતકૃત) ૯ અતિમુક્ત. દ્વારિકાના ઉગ્રસેન રાજાને અતિમુક્ત નામે પુત્ર હતા. તેણે સમય જતાં દીક્ષા અંગીકાર કરી હતી. અંતિમુક્ત સાધુ નિમિત્તશાસ્ત્રમાં પ્રવિણ હતા. વસુદેવ અને કસને પરસ્પર અતિ પ્રેમ હતા. તે પ્રેમના બદલામાં ક્રમે પોતાના કાકા દેવકરાજાની દીકરી દેવકીજીને વસુદેવ સાથે પરણાવી હતી. પણીને પાછા ફરતી વખતે કંસે તે જાન પેાતાને ત્યાં રાકી હતી. કેસની સ્ત્રી વયશા અને દેવકીજી પરસ્પર વાર્તા વિનાદ કરતાં ગેાખમાં ખેઠા હતા. તેવામાં પ્રસ્તુત અતિમુક્ત મુનિ ત્યાં ગૌચરી અર્થે આવી ચડયા. જીવયશાએ મુનિની મશ્કરી કરતાં કહ્યું કેઃ—દિયરજી, પધારો. આપણે દેવકીખાનાં લગ્નગીત ગાઇએ. આ સાંભળી મુનિ મૌન રહ્યા. જવયશાએ કરી ફરી ત્રણવાર આ પ્રમાણે કહ્યું. મુનિ સમતાના સાગર હતા, છતાં આ વખતે તેમના સંયમ કાબુમાં ન રહી શક્યા. તે મેલ્યાઃ—જીવનશા ! શું જોઇને તું મારી મશ્કરી કરે છે ? હને તે ખબર નથી, પરન્તુ હું તને નિમિત્તખળથી કહું છું કેઃ “ આ દેવકીજીનેા સાતમા બાળક તારા પતિના અને તારા બાપના કુળને નાશ કરશે. ’' આમ કહી તરત જ અતિમુક્ત મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. જીવયશા ભયભ્રાન્ત બની. ( વધુ વૃત્તાન્ત કસ ચરિત્રમાં ) મુનિ આ સાહસ વચનને પશ્ચાત્તાપ કરી શુદ્ધ થયા અને એ જ ભવમાં મેક્ષ પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy