SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ આ સાંભળી પ્રદેશ રાજા ધર્મ પામ્યો. કેશી સ્વામી પાસેથી તેણે બારવ્રત ધારણ કર્યો. તેણે પિતાના રાજ્યને ચે ભાગ પરમાર્થ માટે કાઢ, દાનશાળા બંધાવી, પિતાના રાજ્યને રામરાજ્ય બનાવી દીધું અને વ્રત નિયમ સામાયિક પૌષધ વગેરે શ્રાવકની ક્રિયાઓ કરતા પરદેશી રાજા આત્મભાવના ભાવવા લાગ્યા. કેશીસ્વામી પરદેશી રાજાને સદાય રમણિક રહેવાને બોધ આપી વિહાર કરી ગયા. પ્રદેશી રાજા સતત ધર્મ ધ્યાનમાં મગ્ન રહે છે. રાજ્ય પિતાના પુત્રને સંપ્યું છે. તેની રાણુ સૂરિકાન્તા રાજાના આ કૃત્યથી ઈર્ષા પામી. રાજા આખો દહાડે પૌષધશાળામાં રહી ધ્યાન ધરે તે તેને ગમ્યું નહિ. તેથી સૂરિકાન્તાએ રાજાને મારી નાખવાને વિચાર કર્યો. એક વાર પ્રદેશી રાજા આનંદમાં હતા, તે વખતે રાણીએ ભાતભાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવી. તેમાં ઝેર ભેળવ્યું અને રાજાને તે રસોઈ જમાડી. (ગ્રંથાધારે) ઝેરથી રાજાને શરીરમાં ખૂબ વેદના ઉત્પન્ન થઈ. રાજા જાણી ગયા કે આ કૃત્ય મારી રાણીએ કર્યું છે. છતાં એક રમમાં પણ તેણે રાણીનું દુષ્ટ ચિંતવ્યું નહિ. ઝેરના પ્રસરવાથી ખૂબ વેદના પામી આત્મ ચિંતન કરતાં, સર્વ વર્ગની ક્ષમાપના લઈ સમાધિપૂર્વક પરદેશી રાજા મૃત્યુ પામ્યા અને સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ નામે મહા ઋદ્ધિવંત દેવ થયા. ધન્ય છે પ્રદેશી રાજાને, કે જે નાસ્તિક છતાં કેશી સ્વામી જેવા મહાપુરૂષના સમાગમથી આત્મકલ્યાણ પામ્યા. ૧૫૭ પ્રસન્નચંદ્ર રાજર્ષિ. તેઓ પતનપુર નગરીના રાજા હતા. પ્રભુ મહાવીરની દેશના સાંભળી, પિતાના બાળપુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી; અને ભ. મહાવીર પાસે સૂત્રને સારે અભ્યાસ કર્યો. તેઓ ફરતા ફરતા પ્રભુ સાથે રાજગૃહનગરમાં આવ્યા અને એક સ્થળે ધ્યાનસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy