SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેઓ મેક્ષમાં જશે. ૧૪ર નંદ બળદેવ. કાશદેશમાં અગ્નિસિંહ નામને રાજા હતા. તેને જયંતી નામે રાણી હતી. તેનાથી નંદ નામે પુત્ર થયું. તે સાતમો બળદેવ કહેવા. તેમણે ભગવાન અરનાથ સ્વામીના શાસનમાં દીક્ષા લીધી. ૫૦ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ નિર્વાણ (મોક્ષ) પામ્યા. ૧૪૩ નંદ મણીયાર, એક સમયે શ્રમણભગવંત મહાવીર પ્રભુ રાજગૃહી નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. તે વાત સુધર્મ દેવલોકના દર્દૂર નામના દેવે અવધિજ્ઞાનથી જાણું, તેથી તે દેવ પ્રભુને વંદન કરવા આવ્યા. સભામાં નાટયકળા આદિ કરીને પ્રભુને વાંદીને તે દેવ સ્વસ્થાનકે ગયો. તે સમયે ભ૦ મહાવીરના પટ્ટશિષ્ય શ્રી ગૌતમ સ્વામીએ પૂછયું.. હે ભગવાન, આટલી દિવ્ય દેવઋહિ આ દેવને કેવી રીતે પ્રાપ્ત થઈ? ભગવાને કહ્યું: આ રાજગૃહ નગરમાં નંદ નામને મણિયાર રહેતો હતો. તે ઘણો ઋદ્ધિવંત હતો. એક સમયે ફરતો ફરતો હું આ નગરીના ઉદ્યાનમાં આવ્યો. રાજા શ્રેણિક અને પરિષદ્ વંદન કરવાને આવી. તે વખતે નંદમણિયાર પણ વંદન કરવા આવ્યા. અને ધર્મ સાંભળીને નંદમણિયાર બારવ્રતધારી શ્રાવક થયો. પછી હું ત્યાંથી નીકળીને બહાર દેશમાં વિહાર કરવા લાગ્યા. હવે નંદમણિયારને સાધુ દર્શન, અને સેવા ભક્તિને યોગ ન મળવાથી તે સમક્તિથી ભ્રષ્ટ થવા લાગ્યો, અને મિથ્યાત્વી બની ગયો. એક વખત ગ્રીષ્મરૂતુના જેઠ માસમાં નિંદમણિયાર અઠમભકત તપ કરીને પૌષધશાળામાં રહ્યો હતો, તે વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy