SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮મ ૧૩૪ ધર્મનાથ રત્નપુર નગરના ભાનુરાજાની સુવતા રાણીના ઉદરમાં ભગવાન ધર્મનાથ વૈજયંત વિમાનમાંથી ચ્યવી વૈશાક શુદિ સાતમે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. મહા સુદિ ત્રીજે પ્રભુને જન્મ થયો. દિગ કુમારી દેવીઓએ સૂતિકાકર્મ કર્યું. ઈકોએ પ્રભુને મેર પર્વત પર લઈ જઈને જન્મોત્સવ કર્યો. પિતાએ પણ જન્મોત્સવ ઉજજો. માતાને પ્રભુ ગર્ભમાં આવતાં ધર્મ કરવાને દેહદ થએલો હોવાથી આ ભાવી તીર્થંકરનું “ધર્મનાથ” એવું નામ પાડયું. ધર્મનાથ યૌવનાવસ્થા પામ્યા ત્યારે તેમને અનેક રાજકન્યાઓ પરણાવવામાં આવી. અઢી લાખ વર્ષ વ્યતીત થયા પછી ધર્મનાથ પિતાની રાજગાદી પર આવ્યા. પાંચ લાખ વર્ષો સુધી રાજ્ય ભગવ્યું. તે પછી વરસીદાન આપી, મહા સુદિ ૧૩ ના રેજ છઠ્ઠ તપ કરી ૧ હજાર પુરૂષો સાથે તેમણે દીક્ષા લીધી. પ્રભુ બે વર્ષ છમસ્થાવસ્થામાં રહ્યા. ત્યારબાદ પિશ શુદિ પુનમે તેમને કૈવલ્યજ્ઞાન થયું. તેમને અરિષ્ટ આદિ ૪૩ ગણધર થયા. અઢી લાખમાં બે વર્ષ ઓછા સમય સુધી તેઓ કેવલ્ય પ્રવજ્યમાં વિચર્યા. અનેક ભવ્ય જીવોને ઉદ્ધાર કર્યો. ધર્મનાથ પ્રભુના સંધ પરિવારમાં ૬૪ હજાર સાધુ, ૬ર૪૦૦ સાધ્વીઓ, ૨૪૦ હજાર શ્રાવકે અને ૪૧૩ હજાર શ્રાવિકાઓ હતા. છેવટે ૧૦૮ મુનિઓ સાથે એક ભાસના અનશને જેઠ શુદિ પાંચમે, પ્રભુ સમેત શિખર પર સિદ્ધ થયા. ધર્મનાથ જિનનું એકંદર આયુષ્ય દશ લાખ વર્ષનું હતું. ૧૩૫ નંમિ, વિનમિ. અયોધ્યાની આસપાસના પ્રદેશમાં વસતા કચ્છ નામક રાજાને નમિ નામને પુત્ર હતો. ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી ત્યારે તે પ્રભુની આજ્ઞાથી મહાકછ રાજાના વિનમિ પુત્ર સાથે દેશાવર ગયો હતો. પાછા આવતાં તેણે પોતાના પિતાને વનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy