SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ મારનારના પગરવને કેટવાળે કીને લીધે, અને વિજય ચાર જે જગ્યાએ રહે ત્યાં જ તે ગયો. ચોરને પકડીને બાંધ્યો અને તપાસ કરતાં સર્વ આભરણો નીકળ્યાં. ત્યાંથી તે ચોરને બાંધી રાજ્ય દરબારમાં લાવ્યા અને તેને કેદખાનામાં પૂરવામાં આવ્યા. કાળાન્તરે ધન્ના સાથે વાહને શેક વિસારે પડ્યો. એક દિવસ ધન્ના સાર્થવાહ રાજ્યના દાણચોરી જેવા કેઈ અલ્પ ગુન્હા માટે અપરાધમાં આવ્યું, તેથી કોટવાળ તેને કેદખાનામાં લઈ ગયે અને જ્યાં વિજય ચારની કોટડી હતી તેમાં જ તેની સાથે ધન્ના સાર્થવાહને પણ બાંધીને પૂરવામાં આવ્યો. ધન્ના સાર્થવાહની સ્ત્રી પિતાના પતિ માટે વિવિધ જાતની રસોઈ બનાવીને પંથક નામના દાસની જોડે મોકલાવતી, જે સાર્થવાહ જમતો અને દિવસો વ્યતિત કરતે. એક વખત વિજય નામના ચોરે, ભુખતૃષાથી પીડાતો હોઈને, આવેલાં ભોજનમાંથી પિતાને થોડુંક આપવા ધન્નાને વિનંતિ કરી. ધન્નાએ ગુસ્સામાં જવાબ આપ્યો કે હું આ અન્ન વધે તે ફેંકી દઉં, પરંતુ તેને તેમાંથી લગાર માત્ર પણ ન આપું. કેમકે તું મારા પુત્રનો ઘાતક છે, તેમ કહી તેણે વિજય ચેરને અન્ન ન આપ્યું. ખોરાક ખાવાથી ધજાને જંગલ જવાની ઈચ્છા થઈ, તેથી તેણે વિજય ચોરને સાથે આવવા વિનંતિ કરી, પણ વિજય ચેરે તેનું કહેવું માન્યું નહિ. અંતે બહુ આજીજી કરવાથી ધન્ના સાર્થવાહ પિતાને માટે આવેલ ખોરાકમાંથી તેને આપે, એવી સરતે વિજય ચાર ધન્ના સાર્થવાહની સાથે ગયો. બીજે દીવસે ભાત લઈને પંથક આવ્યો અને ધન્નાને આપ્યું. ધન્નાએ પંથકના દેખતા વિજય ચોરને તેમાંથી ભાગ આપ્યો. પંથક ઘેર ગયે અને ભદ્રાને આ વાત કરી; ભદ્રાને શાકને પાર ન રહ્યો. કેટલોક વખત વીત્યા બાદ ધન્નાના સગા સંબંધીઓએ રાજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy