SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ચીજો આપી. કુમાર સુખપૂર્વક રહેવા લાગ્યા. કેટલાક વર્ષે રાજા મૃત્યુ પામ્યા અને સિંહસેનકુમારને ગાદી મળી. પાંચસો સ્ત્રીઓમાં સામદેવી તેની પટરાણી હતી. સિંહસેન સામદેવી રાણીમાં મોહાંધા બન્યા હતા. અને બાકીની કઈ સ્ત્રીનો તે આદર કરતો નહિ; તેથી બાકીની ૪૯૯ સ્ત્રીઓએ મળીને સામદેવીને મારી નાખવાને વિચાર કર્યો. આ વાતની સામદેવીને ખબર પડી. તેથી તે શોક ભુવનમાં જઈને આર્તધ્યાન ધરતી ચિંતામગ્ન થઈને બેઠી. રાજા એ આવ્ય, ચિંતાનું કારણ પૂછતાં તેણે હકીકત જાહેર કરી. રાજાએ ઉપાય કરવાનું આશ્વાસન આપી રાણુને સંતુષ્ટ કરી. રાજાએ માણસો દ્વારા એક “મહેમાન ઘર’ બંધાવ્યું. અને તેમાં આવવા માટે તેની ૪૯૯ રાણીઓને નોતરી. રાણુઓ ત્યાં આવી. રાજાએ તેમના માટે સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્રાભૂષણે, ફળ કુલ ગંધમાળા વગેરે મોકલાવ્યાં. રાણીઓ ખુશી થઈ. ભોજન કરી, સુંદર અલંકારે છે તેઓ સઘળી નૃત્યગાન કરતી આનંદ કરવા લાગી. એટલામાં સિંહસેન પોતાના માણસો સાથે ત્યાં આવ્યું. તેણે મહેમાનઘરના ચારે તરફના દરવાજા બંધ કરાવી, મકાનને આગ લગાડી. ૪૯૯ રાણીઓ પીડાથી આઠંદ કરતી બળીને ભસ્મ થઈ ગઈ સિંહસેન રાજા ઘોર પાપ કર્મથી મરીને છઠી નરકમાં ગયે. ત્યાંથી નીકળી રોહિડનગરમાં દત્ત સાર્થવાહની સ્ત્રી કશ્રીની કુક્ષિમાં પુત્રી પણ તે ઉત્પન્ન થયે. આ પુત્રીનું નામ દેવદતા. તે ઘણું ખૂબસુરત હતી. બાલ્યાવસ્થા વીતાવી યુવાન બની. એકવાર દેવદત્તા નહાઈ ધોઈ, વસ્ત્રાલંકાર પહેરી આનંદ કરી રહી હતી, તેવામાં રહીડ નગરને સમણુદત્ત નામને રાજા તેના ઘર પાસેથી નીકળ્યો. દેવદત્તાનું રૂપ જોઈ રાજા વિસ્મય પામ્યો. તપાસ કરતાં જણાયું કે તે દત્ત સાર્થવાહની પુત્રી દેવદત્તા છે અને તે કુંવારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy