SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૫૩ પણ તે શ્રી કૃષ્ણની લબ્ધિનો છે, એમ કહી સવિસ્તર વાત કરી. ઢઢણે કહ્યું : પ્રભુ ! મને કયાં કમને કારણે આહારની પ્રાપ્તિ નહિ થતી હેય ! પ્રભુએ જવાબ આ:–મગધ દેશના પૂર્વાર્ધ નગરમાં પૂર્વભવે તું પારાશર નામે એક સુખી ખેડૂત હતે. તારા તાબામાં ૬૦૦ હળ હતા. એકવાર હળ ખેડનાર ૬૦૦ માણસો માટે ભાત આવ્યું. સન્ત ઉનાળો હતો; ખેડૂતો થાકી ગયા હતા, છતાં તેં એ બધાને ખેતરને એક આંટે વધુ ફેરવી ભૂખનું દુ:ખ આપ્યું. આ રીતે તેં ૬૦૦ ખેડૂત અને ૧૨૦૦ બળદ એમ ૧૮૦૦ છોને ભાત પાણીને અંતરાય પાડે. તે નિકાચિત કર્મનું ફળ હે મુનિ, આ વખતે તમારે ભોગવવું પડે છે. ઢઢણમુનિ ચેત્યા. તેમણે લાવેલા લાડુ ભુક્કો કરી એક જગ્યાએ પરઠવી દીધા, અને પશ્ચાત્તાપની ભાવના ભાવતાં આત્માની અદ્દભુત શ્રેણિમાં પ્રવેશ્યા, કે તરત જ તેમને કૈવલ્યજ્ઞાન થયું. કેટલોક વખત કૈવલ્યપણે વિચરી તેઓ મોક્ષમાં ગયા. (૧૧૬ તામલો તાપસ. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તામ્રલીપ્તી નામની નગરી હતી. તે નગરીમાં મૌર્યપુત્ર તાલી નામને મહાદ્ધિવંત ગાથા પતિ રહે તે હતો. એકવાર મધ્યરાત્રીએ હેને એવો વિચાર થયો કે મેં પૂર્વ જન્મમાં દાનાદિ સુકૃત કર્યું છે. તપશ્ચર્યા કરી છે. તેનાં શુભ ફળ અત્યારે હું ભોગવી રહ્યો છું. તે હવે મહારે આ જન્મમાં પણ પરભવને માટે શુભ કૃત્ય કરવું જોઈએ. સૂર્યોદય થયો. તામલી ગાથાપતિ સ્વસ્થ થયો. પુત્રને બેલાવી આત્મસાધના કરવાનો વિચાર જણાવ્યા. પુત્રને ગૃહકાર્યભાર સેપી સન્યસ્થ–ધર્મની દીક્ષા લઈને તે ચાલી નીકળે. હાથમાં કાષ્ટનું પાત્ર રહી ગયું છે. પગમાં પાદુકા પહેરી છે. ભગવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy