SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ ૧૦૪ જરાસંધ. રાજગૃહ નગરના બૃહદ્રથ રાજાને તે પુત્ર હતો. પિતાની પછી તે ગાદીએ બેઠે અને અર્ધ ભારતના ત્રણ ખંડ છતી પ્રતિવાસુદેવ થયો. તેને જીવયા નામે પુત્રી હતી. એક વખત તેણે સમુદ્રવિજય રાજાને સિંહપુરના રાજા સિંહરથને હરાવી, પકડી લાવવાનું કહ્યું અને તે સાથે જણાવ્યું કે તેને પકડી લાવનારને હું મારી જીવયશા નામક પુત્રી પરણાવીશ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવે પિતે લડવા જવાની સમુદ્રવિજય પાસે માગણી કરી અને તે કંસને લઈને સિંહરથ સામે લડવા ગયા. લડાઈમાં સિંહરથ રાજાને કેદ કરી જરાસંધ આગળ રજુ કર્યો. જરાસંઘે વસુદેવને પોતાની પુત્રી છવયશા આપવાનું કહ્યું, ત્યારે વસુદેવે કહ્યું કે સિંહરથને પકડનાર ઉગ્રસેન રાજાનો પુત્ર આ કેસ છે, માટે તેમની સાથે આપની પુત્રી છવયશા પરણાવો. આથી જરાસંધે પિતાની પુત્રી કંસને પરણવી. અને નગરની માગણમાં કંસે મથુરા ભાગ્યું તે જરાસંધે તેને આપ્યું. કંસ લશ્કર લઈ મથુરા આવ્યો અને ઉગ્રસેનને કેદ કરી પોતે રાજા થયા. પાછળથી કંસને શ્રીકૃષ્ણ માર્યો, તેથી છવયશા પિતાના બાપ જરાસંધ આગળ ફરિયાદ કરવા ગઈ. આથી જરાસંઘે સમુદ્રવિજય પાસે રામ (બળભદ્ર) તથા કૃષ્ણની માગણી કરી, પણ સમુદ્રવિજયને પુને સંહાર માટે સંપવા ઉચિત ન લાગવાથી તેમ જ જરાસંધ જેવા સમર્થ પ્રતિવાસુદેવ સામે લડવા જેટલું સામર્થન હોવાથી એક નૈમિત્તિકની સલાહથી તેઓ મથુરા અને સૌરીપુરથી નાસી પશ્ચિમ ભણી ચાલ્યા ગયા. તેમને પકડવા જરાસંઘે પ્રથમ પિતાના પુત્ર કાળને મોકલ્ય, પણ શ્રીકૃષ્ણના પુણ્ય બળે રસ્તામાં દેવોએ તેને માર્યો. યાદ આગળ વધ્યા. સમુદ્રકાંઠે આવી શ્રીકૃષ્ણ અઠમ તપ કર્યો. આથી દેવે આવી તેમને દ્વારિકા નગરી વસાવી આપી. યાદવેએ દ્વારિકામાં કૃષ્ણને રાજા ઠરાવ્યું. આ વાત જરાસંધે જાણવાથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy