________________
જાળવવા ખૂબ જ લક્ષ રાખવામાં આવ્યું છે. છતાં આગમથી કદાચ વિરુદ્ધ જતી કઈ વાર્તા માલમ પડે તે વિદ્વાને સુચિત કરશે, કે જેથી બીજી આવૃત્તિ સમયે યથાર્થ સંશોધન કરી શકાય.
આ કથાગ્રંથની ગુફ શુદ્ધિ માટે ખૂબ જ કાળજી રાખવામાં આવી છે, છતાં શીવ્રતાને લીધે દૃષ્ટિદેષ અને પ્રેસદોષને અંગે રહેવા પામેલી ભૂલે વાચકો સુધારી લેશે. અલગ પ્રફ શુદ્ધિ આપવામાં આવી નથી. મુખ્ય શુદ્ધિ અને પુરવણી આ ગ્રંથને છેડે આપવામાં આવી છે.
આ પુસ્તક આઘંત તપાસી મને યોગ્ય સૂચને અને સલાહ આપવામાં દરિયાપુરી સંપ્રદાયના વિદ્વાન મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામીએ પોતાના અમૂલ્ય સમયનો જે ભોગ આપ્યો છે, તે માટે હું તે વિદ્વાન મુનિને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમજ મારાં આ પ્રકાશન માટે, પ્રેમપૂર્વક સહકાર આપી, સારી સંખ્યામાં અગાઉથી ગ્રાહકે થઈ જે જે સ્વધર્મી બંધુઓએ આ ધાર્મિક ચરિત્રયુક્ત પુસ્તકને અપનાવ્યું છે, તે બધા બંધુઓને તથા ચોટિલાનિવાસી શ્રી રાયચંદભાઈ ઠાકરશી તથા નેમચંદભાઈ ઠાકરશી કે જેઓએ આ પુસ્તકની સારી નકલો ખરીદીને, મને પ્રોત્સાહિત કર્યો છે; તેમનો હું સહદય ઉપકાર માનું છું, અને ઈશ્વર પાસે યાચું છું કે ધાર્મિક પ્રકાશનો વડે ઉત્તરોત્તર જૈનસમાજની સાહિત્યસેવા બજાવવાનું પ્રભુ મને બળ આપે.
અંતમાં મહારા અલ્પ અભ્યાસને અંગે આ પુસ્તકમાં રહી ગયેલી ત્રુટિઓ બદલ વિદ્વાન વાચકે ક્ષમા કરશે, અને સાથે સાથે પ્રેરણાત્મક ચરિત્રના વાચન, મનન અને નિદિધ્યાસનથી જેન ભગિનીઓ અને બંધુઓ એગ્ય પ્રેરણા મેળવી સ્વહિત સાધવા પ્રયત્નશીલ બનશે, તો મહારે આ પ્રયાસ કેટલેક અંશે સફળ થશે ગણશે. ઈત્યલમ. કિ બહુના સુષ !
ચૈત્ર શુકલાષ્ટમિ: ૧૯૯૩ ) શ્રી સંઘને સેવક, , પંચભાઈની પોળ : અમદાવાદ જીવનલાલ છગનલાલ સંઘવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com