SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ પણ ફાવ્યું નહિ. પિતાનું લશ્કર મરાયું તેથી બચવાની આશાએ દધિવાહન રાજા નગર છોડીને નાસી ગયે. લશ્કર ગામમાં પેઠું અને લુંટ ચલાવવા લાગ્યું. ધારિણી રાણી અને વસુમતિ મહેલમાં કલ્પાંત કરે છે, તેવામાં તે લશ્કરમાંને એક જોડેસ્વાર તે મહેલમાં પેઠો, અને બંનેને પકડીને બાંધ્યા. તે ઘોડેસ્વારે ધારિણીને કહ્યું, ચાલ મારી સાથે, હું તને મારી સ્ત્રી બનાવવાનું છું. આ સાંભળતાં રાણુને ધ્રાસકે પડે, અને ત્યાંજ જીભ કચરીને તે મરી ગઈ. વસુમતિ ગભરાઈ ગઈ, ઘોડેસ્વારે વિચાર્યું કે તેની માની માફક આને પણ હું કહીશ, તે તે મરી જશે. તેથી તેણે બહુજ મીઠાશથી વસુમતિને આશ્વાસન આપ્યું, અને કૌશાંબી નગરીમાં લઈ ગયો. ત્યાં ઘોડેસ્વારે વિચાર કર્યો કે આ કન્યા બહુજ ખુબસુરત છે, માટે જે તેને હું વેચું તે મારું દાદ્ધિ જાય અને હું એશઆરામ ભોગવું, નોકરી કરતાં તો જીદગી ગઈ, પણ કંઈ વળ્યું નહી. તેથી તે વસુમતીને વેચવા કૌશાંબીનગરીની બજારમાં આવ્યો અને લીલામ બલવા લાગે. (ત્યાં પશુ, પક્ષીઓ, ધન, માલ ઉપરાંત મનુષ્યનું પણ તે વખતે લીલામ થતું) એવામાં એક વેશ્યાએ આવી વસુમતીને ખુબ સુંદર દેખીને મહેદી બીટ મૂકી, અને તે લઈ જવાની તૈયારીમાં હતી, તેવામાં ત્યાં ધનાવહ નામનો એક ધનાઢય શેઠ આવ્યો, વસુમતીની આકૃતિ જોતાંજ તેને લાગ્યું કે આ એક સુશીલ અને સાધ્વી સ્ત્રી જેવી લાગે છે અને જરૂર તે ખાનદાન કુટુંબની હોવી જોઈએ. જે તેને વેશ્યા લઈ જશે તે મહા અનર્થ થશે, તેમ ધારી તેણે હેટી રકમ આપીને વસુમતીને ખરીદી લીધી. આકૃતિ જોતા હેલો સખી વસુમતીને તેનું નામ ઠામ ગામ પૂછતાં તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, અને તે બોલી શકી નહિ. શેઠ તેને ગભરાયેલી જાણીને વધુ પૂછવા વગર પિતાને ઘેર લઈ ગયા અને પોતાની સ્ત્રી મૂળાને સેંપી, અને તેને પ્રેમપૂર્વક પુત્રી તરીકે રાખવા સૂચના કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy