SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ દુ:ખ છે. અને તપ સંયમ શીલતામાં ખરૂં સુખ રહેલું છે. માટે આ ક્ષણિક કામ લાગે, નાશવંત લક્ષ્મી, અનિત્ય શરીર ઈત્યાદિને માહ હાડા અને પરમ પવિત્ર સુખદાયક ચારિત્ર માર્ગને ગ્રહણ કરા. બ્રહ્મદત્ત—હે મુનિ. તમારે। ઉપદેશ મારા ગળે કોઈ રીતે ઉતરે તેમ નથી. આ વૈભવ, આ મેાજશાખ, અતુલ લક્ષ્મી, સૌંદવાન સ્ત્રીઓ, નાકર, ચાકર, મહેલાતા, છખંડનું આધિપત્ય એ સ મ્હારાથી કોઈ રીતે છેાડી શકાય તેમ નથી. ચિત્ત—હે રાજન, જે હારાથી તે ન છેાડી શકાય તે તું જીવદયા આદિ ગૃહસ્થધને અંગીકાર કર અને આત્માની ઉચ્ચ દશાની ભાવના ભાવ. જેથી તું પરલેાકમાં સુખ પામે. બ્રહ્મદત્ત—મહારાજ. તેમાંનું કંઈ પણ મ્હારાથી બની શકે તેમ નથો. માટે વૃથા ઉપદેશ મને ન આપેા. ચિત્ત-હે બ્રહ્મદત્ત. મ્હારા ઉપદેશની તને કઈ પણ અસર થઈ નહિ, તેા તારી સાથે આ સળેા મિથ્યા વાર્તાલાપ થયે!. તે હુ હવે જઈશ. બ્રહ્મદત્ત—ભલે. આપની જેવી ઈચ્છા. બ્રહ્મદત્તને ચિત્ત મુનિના ઉપદેશ રૂચ્ચા નહિ. ચિત્તમુનિ ત્યાંથી ચાલ્યા ગયા અને તપ સંયમમાં આત્માને ભાવતા ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. ઘણા વર્ષો સુધી અપૂર્વ ચારિત્રને પાળા, આત્માની વિશુદ્ધ ભાવના ભાવતાં ચિત્તમુનિ કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા. બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજ્યમાં આવી અનેક જીલ્મા, હિંસા દુરાચાર। આદિ મહાન પાપ ક્રિયાએ સેવવા લાગ્યા. એક બ્રાહ્મણ પર ક્રેાધને વશ થઈ તેણે અનેક બ્રાહ્મણેાના સંહાર કર્યાં. એ રીતે અનેક પાપને પુજ એકઠો કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી મરણ પામીને સાતમી નરકમાં ઉત્પન્ન થયા અને મહા દુઃખને પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy