SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ હેતુથી આધાર માટે મને એ હસ્તલિખિત યાદી આપી, અને અતિશચોક્તિ વગર કહું તો આ ગ્રંથ અલ્પ પ્રયાસે, આટલા વહેલા પ્રગટ કરવામાં કારણભૂત હોય તે। તે શ્રી. નગીનદાસભાને આભારી છે. તેથી તેમના અને મ્હારા અગાઉના પુસ્તકના આધારથી, તેમજ અન્ય અનેક પુસ્તકોના સંશાધનથી આ ગ્રંથ તૈયાર થવા પામ્યા છે. આપણું આગમ સાહિત્ય ઘણું વિશાળ છે. તેનાં એકેક શ્લોક પર, એક એક કથા પર વિવેચન કરવા બેસીએ, તેા વર્ષોના વર્ષો પસાર થતાં પણ તેના પાર આવે તેમ નથી. તેમાં એટલુ રહસ્ય, એટલા બધા ન્યાય, એટલે બધા એપ છે કે ખરેખર શ્રાવત મનુષ્ય એકેક વિષયને વિચારપૂર્વક મનન કરે, તે તેનાં હૃદયમાં આનંદની વિચિએ ઉછળી આવે, વીરવાણીની ખૂબીનુ મહત્વ સમજાય, સંસારની અસારતાનું ભાન થાય અને આ જગતમાં સદેહે કરવાં ચેાગ્ય કાર્યોનું યથાપણું સમજાય. પરિણામે મનુષ્ય સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરી સ’સાર પરિત્ કરી શકે; જન્મ મરણનાં દુ:ખાથી મુકત થઈ શકે. ભ॰ મહાવીરે ઉપદેશેલી વાણીમાંથી શ્રી ગણધર મહારાજાઓએ જીવને સમ્યક્જ્ઞાન દર્શનની પ્રાપ્તિ માટે અને જનકલ્યાણાર્થે સૂત્રેાની ચાર અનુયાગમાં ગુંથણી કરી છે. (૧) દ્રવ્યાનુયાગ (૨) ગણિતાનુયોગ (૩) ચિરતાનુયાગ અને (૪) ચરણ કરણાનુયાગ. તેમાં ચિરતાનુચેાગ સુગમ હોવાથી મનુષ્યની સ્મરણશક્તિ બહુધા જલ્દીથી અને રસપ્રદ રીતે સ્પર્શી કરી શકે છે; એટલું જ નહિ પણ પ્રાયઃ મનુષ્યનું જીવન અનુકરણ કરવા પ્રતિ વધારે દોરાયલું હાઈ, અનુકરણ માગે વળે છે, અને તેથી તે પેાતાના જીવનની ત્રુટિઓ નિહાળી, તેને સુધારી યથા પુરુષાર્થ વડે આત્મહિત સાધે છે. આ કારણે જ આજે જીવનચરિત્રાનાં પુસ્તકને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આમાંના એક એક ચિરત્રને ધારીએ તેટલું લખાવી શકાય છે, પરન્તુ એમ કરવા જતાં એક જ ગ્રન્થમાં સંપૂર્ણ માહીતિ આપી દેવાની ઈચ્છા પાર પડી શકે નહિ, તેથી જ સામાન્ય જરૂરિયાતની માહીતિ આપવાનો આ ગ્રંથમાં પ્રયત્ન કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy