SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ભરેલાં બાળક જન્મતી, અને હમે જીવતા બાળકોને જન્મ આપતા. હરીણગમેથી દેવ તમારાં બાળકોને ઉપાડી સુલતાના ગર્ભમાં મૂકો. અને તેનાં મૃત બાળકે હમારા ગર્ભમાં સાહરણ કરીને મૂકતે. અને એવી રીતે તમે મૃત બાળકોને જન્મ આપતાં. હે દેવકીજી! આ છએ સાધુ હમારાં પુત્ર છે અને અતિમુક્તમુનિનું વચન મિથ્યા નથી ગયું. આ સાંભળી દેવકીજીના આનંદનો પાર ન રહ્યો. તત્કાળ દેવકીજી, ત્યાંથી ઉઠી પ્રભુને વંદન કરી તે છ સાધુ પુત્રને વંદના કરવા આવી. છ પુત્રોના વાત્સલ્ય પ્રેમથી દેવકીજીના સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી અને પોતે ઘણાજ હર્ષથી પ્રફુલ્લિત બની, ત્યાંથી પ્રભુને વંદન કરી સ્વસ્થાનકે ગઈ. રાજમહેલ તેને સ્મશાનવત જણાયો. તેને પુત્રો માટે બહુ જ લાગી આવ્યું. તે મન સાથે બોલવા લાગી. અહે, ધિક્કાર છે મને, સાત સાત પુત્રો છતાં હું બાળ-પાલનને લાભ મેળવી શકી નહિ, છ પુત્રએ તે દીક્ષા લીધી, અને કૃષ્ણ પણ મહને છ મહીને વંદન કરવા આવે છે. ધન્ય છે એ માતાને, જે પોતાના બાળકોને રમાડે છે, સ્તનપાન કરાવે છે, ગોદમાં લે છે, હસાવે છે, હું તે હતભાગિની અને પાપી છું. એમ વિચારતી તે આર્તધ્યાન કરવા લાગી. તેવામાં શ્રીકૃષ્ણ આવી પહોંચ્યા. માતાને ચિંતાનું કારણ પૂછયું. દેવકીજીએ પુત્ર ઈચ્છા બતાવીને કારણ જણાવ્યું. ત્યાંથી શ્રીકૃષ્ણ અઠમ કરી દેવનું આરાધન કર્યું. આથી દેવ આવ્યા. શ્રી કૃષ્ણ પિતાને એક ભાઈની માગણી કરી. દેવે જણાવ્યું કે દેવકીજીને પુત્ર થશે; પણ યુવાન થતા તે દીક્ષા લેશે. કૃષ્ણ કહ્યું. ફિકર નહિ. “ તથાસ્તુ' કહી દેવ ગો. શ્રીકૃષ્ણ માતા પાસે આવી આવ્યાસન આપ્યું. દેવકીજીને ગર્ભ રહ્યો, નવ મહિને પુત્રને પ્રસવ થશે. દેવકીજીના આનંદનો પાર રહ્યો નહિ. પુત્ર રૂપરૂપને અવતાર, નામ પાયું ગજસુકુમાર. કુમાર દિવસે ન વધે એટલે રાત્રે વધે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy