________________
એ સાફ વિધાન છે અને કુટુમ્બના નિર્વાહને માટે સાધન કરવાની ફરજ તે વાસ્તવિક રીતે શ્રી સંઘની છે. આમ છતાં પણ દીક્ષાના વિરોધીઓ જુદી જુદી રીતે બેટી દલીલ કરીને– ૧. અઢાર વર્ષની અંદરની વયવાળાદીક્ષા લેતા હોય તે તેમની દીક્ષામાં નાની વય અને અણસમજ આગળ ધરવામાં આવે છે. ૨. અઢારથી પચીસ વર્ષ સુધી યુવાવસ્થાને પ્રારમ્ભ આગળ ધરવામાં આવે છે, ૩. પચીસ વર્ષથી અમૂક વર્ષો સુધી લગ્નનું તાજાપણું આગળ ધરવામાં આવે છે, અને– ૪. તે પછી સ્ત્રીપુત્રાદિ કુટુમ્બના નિર્વાહનું બહાનું આગળ ધરવામાં આવે છે. આ ચાર રીતના વિરોધનું પણ જ્યાં બહાનું નીકળી શકતું ન હોય, એટલે કે૫. જે દીક્ષા લેનારની ઉંમર પુખ્ત હોય, લગ્ન થયાંને વર્ષો થઈ ગયાં હોય, અને ઘરમાં સ્થિતિ પણ સારી હેવાથી સ્ત્રી આદિના નિર્વાહની કોઈ પણ અડચણ ન હોય, ત્યારે પણ દીક્ષાના વિરોધીઓ સ્ત્રી કે બીજા કુટુંબીજનના કપાતને આગળ ધરીને દીક્ષાનો વિરોધ કરે છે.
આ બધી દલીલને આ પુસ્તકમાં પૂ. સંકલનાકારે સચોટ ઉત્તર આપે છે અને આ પુસ્તકનું જિજ્ઞાસુભાવે સાવંત અવલોકન કરનાર દરેકને એમાંથી ઘણું ઘણું જાણવાનું અને સમજવાનું મળે તેમ છે. એટલે આટલી પ્રસ્તાવના પછી પુસ્તકાવલોકનની સૂચના કરવાનું ઈષ્ટ માનવું ગ્ય છે. શાસનદેવ સર્વને સદબુદ્ધિ અપે, એજ તેઓ પ્રતિ નમ્ર વિજ્ઞાપના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com