________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [ ૧૮૩ અને સર્વત્ર ત્યાગની જ ભાવના પિષવામાં આવે, તે જગતમાં કોઈપણ સંસારી (ગૃહસ્થ) રહેશે જ નહિ અને સમાજને વિચ્છેદ થઈ જશે. અને જો તેમ થશે તો આરાધ્ય અને પૂજ્ય ક્ષેત્રનું પિષણ કોણ કરશે? અને તેથી ધર્મનો પણ અકાળે નાશ આવી પડશે.”
આ પ્રકારની માન્યતા સમજદારની નથી, પણ કેવળ અજ્ઞાન મનુષ્યની મૂખોઈભરી માન્યતા છે. ઉપદેશ માત્રથી સર્વ શ્રોતાઓ ત્યાગમાર્ગે પ્રયાણ કરી જાય, એ કેવળ અસંભવિત કલ્પના છે. જગને વ્યવહારમાં પણ આવો અનુભવ કયાંય જોવામાં આવ્યું નથી, આવતો નથી અને આવશે પણ નહિ. અનીતિ, ચેરી, જારી અને જુગાર વિગેરે અટકાવવા માટે, શિક્ષણ અને સત્તા દ્વારા અથાગ પ્રયત્ન થઈ રહ્યો છે. તે તે ગુન્હાઓ રિકનારું શિક્ષણ આપવા માટે જગતમાં અનેક શાળાઓ સ્થાપવામાં આવી છે. તે દરેકમાં ચારી આદિ નહિ કરવાનું શિક્ષણ દેવાને અનેક શિક્ષકે રોકવામાં આવેલા છે, અને તેને માટે દર વર્ષે કોડે પુસ્તકેને સતત્ ઉપયોગ કરવામાં આવે છે, છતાં તે અનીતિ આદિ કોઈ પણ પ્રકારે સંસારમાંથી નાબુદ થઈ શકયાં નથી, એની કેઈથી પણ ના પાડી શકાય એમ નથી. હજુ સુધી કઈપણ શિક્ષકે અનીતિ આદિ કરવાનું શિક્ષણ આપ્યું હોય તેમ બન્યું નથી, છતાં અનીતિ આદિ ઘટ્યું નથી અને ઘટતાં નથી, એ નિર્વિવાદ વાત છે. શિક્ષણ ઉપરાંત સરકારથી તે અનીતિ આદિ કરનારને સખતમાં સખત સજાઓ
ની
કે અનીતિ
નીતિ આ
ઉપરાંત સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com