________________
૧૮૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત વિષયવિલાસ અને મોજમજાહને પિષનાર, આરંભ અને પરિગ્રહમાં આસક્ત બનાવનાર, ધર્મકર્મને ભૂલાવનાર આધુનિક કેળવણી પામેલાઓ, શ્રી જિનેશ્વરદેવના સત્યમાર્ગને ઉત્થાપવા, અરે તેને નષ્ટ કરવા તૈયાર થાય, તો તેમાં નવાઈ નથી. આજે જો જિનેશ્વરદેવનાં શાસ્ત્રોની અવજ્ઞા થતી હોય, પરમ તારક એવાં તીર્થો પ્રત્યે અનાદર વધતે હેય, વિધવા વિવાહ જેવાં શીયલને નષ્ટ કરનાર કાર્યો કરવા તત્પરતા બતાવાતી હોય, અનાર્ય દેશે યાત્રાનાં ધામ ગણુતાં હોય અને ત્યાં જવું એ તીર્થયાત્રા કરતાં વધુ પુણ્યકાર્ય ગણતું હોય, પવિત્ર શત્રુંજયાદિક તીર્થોના સંઘે અટકાવવા માટે પીકેટીંગ કરવાની હમાયતે થતી હોય, સત્યવક્તા સાધુઓને બેલતા બંધ કરાવવાના મહાન પ્રયાસો થતા હય, જૈન માત્રના દયેયરૂપ ભાગવતી દીક્ષાને હલકી પાડવા કટિબદ્ધ થવાતું હોય, તો તેનું એક જ કારણ છે કેકેળવણીના નામે ધર્મહીનતા અને જડરસિકતાના સંસ્કારો પિષાઈ રહ્યા છે.
શુદ્ધ અંતઃકરણથી એકાંતમાં બેસી વિચાર કરનારને માલુમ પડયા વિના રહેશે નહિ કે-આજે કેળવણીને પામેલા યુવાનીઆઓનું લેહી અવળી દિશામાં વહી રહ્યું છે ! અને તેજ લેહી અવળે માગે વહેતું અટકાવી, જે સંસારથી તારનારાં તીર્થો, શુદ્ધ આચારનું પાલન કરનાર સાધુઓ અને દુર્ગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com