________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ. . . . . . . . . . [ ૧૭૫ શાહુકાર નહિ કહે પણ ચોર જ કહેશે. એવી જ રીતે કેઈક તેવો રોગી મનુષ્ય સાધુ પાસે દીક્ષા લેવા આવે, તે સાધુ મહારાજ તેને “તું રોગી છે” એમ કહીને જ નિષેધ કરશે અને નjષકને પણ “નjષક” કહીને નિષેધ કરશે, એ શાસ્ત્રસિદ્ધ હકીકત છે. તે શું તેવી રીતે સત્ય બોલનાર મુનિ મહારાજને તેવું બોલવામાં દૂષણ લાગે છે, અગર તેવું બોલવાની આજ્ઞા આપનાર શાસ્ત્રો અસત્ય બોલવાની પ્રેરણા કરે છે, એમ માની શકાય ખરું ? શાસ્ત્રોને અભરાઈએ ચઢાવવાનું કહેનાર હાડકાંને મળે છે. - જ્યારે ઉપર પ્રમાણે બોલનાર મુનિમહારાજ, તે આવેલા મનુષ્યના તિરસ્કારને માટે નહિ, પણ કેવળ સત્ય હકીકત કહેવાને પ્રસંગ અનિવાર્ય હોવાથી તેમ કહે, તેને તેઓશ્રીને લેશ પણ દોષ નથી, તેવી જ રીતે જેઓ પોતાને શ્રી સંઘ તરિકે ગણાવવા માંગતા હોય, છતાં પોતે દેવ, ગુરૂ, ઘર્મને નહિ માનવા સાથે શાસ્ત્રોને અભરાઈએ ચઢાવતા હોય, તેવાઓને સત્ય સ્વરૂપ જણાવવાની ખાતર “હાડકાને માળે કે “હાડકાંનો ઢગલો” કહેવામાં આવે, તેમાં કઈ પણ પ્રકારે દષના લેશન પણ સંભવ નથી. ભાષ્યકાર મહારાજા અને શ્રીમાન્ હરિભદ્રસૂરિજી સરખા શાસનના ધુરંધર આચાર્યોએ પણ તેમજ નિરૂપણ કરેલું છે અને તેને અનુસરીને જ વર્તમાનમાં શુદ્ધ પ્રરૂપક સાધુઓએ તેમજ કહેવાની આવશ્યક્તા છે. આશ્ચર્યની વાત તે એ છે કે–શાસનવિરોધીઓને શાસ્ત્રથી વિરૂદ્ધ કાર્યો કરવા અને બખાળા કાઢવામાં લેશમાત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com