________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૧૭૩
ખાટાપણું જણાવી, તે પક્ષને નિન્દ્વનીય જણાવવાની જરૂર છે. આ હુકીકત સાંભળી કાઇકને જરૂર એમ શંકા થશે કે— “ ત્યારે શાસ્ત્રકારોએ અપ્રિય વચનને મૃષાવાદ તરિકે કેમ જણાવ્યું ?
""
પણ આવી શંકા કરવાનું કાંઈ કારણ નથી. કારણ કે—કાઇપણ વ્યક્તિને અંગત અવગુણેાથી ઉતારી પાડવા, અને તે દ્વારાએ પેાતાની અંગત ઉત્કૃષ્ટતા જણાવવા માટે, જે અપ્રિય વાકયા વાપરવામાં આવ્યાં ાય, તેને જ શાસ્ત્રકારોએ મૃષાભાષણ કહેલું છે. એટલે કે–વ્યક્તિ તરીકે અભિમાનાદિકથી કહેવાતા વચનને આગળ કરીને, પદાર્થના ખરા સ્વરૂપને પ્રતિપાદન કરવાને અંગે, શાસ્ત્રમાં કહેલી ભાષા વાપરવામાં દૂષણને સ્થાન આપવું, એ સમજી પુરૂષાથી બની શકે તેમજ નથી. સત્ય અને અસત્યના વિભાગને જણાવી, સત્ય ખેલનારને પરમ પવિત્ર પુરૂષ તરિકે અને અસત્ય ખેલનારને ચંડાલ કરતાં પણું અધમ તરિકે કાર્ય જણાવે અને તેથી જુઠું ખેલનારને અપ્રીતિ થાય, તેમાં તે નિરૂપણુ કરનારને દોષ લાગે છે, એમ કોઈ પણ પ્રકારે કહી શકાય જ નહિ. વસ્તુને લાયકના જે શબ્દો ાય તે કહેવા જ જોઇએ.
•
એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે—અપ્રિય વચન સાચું હાય તે પણ તેને જે મૃષાવાદ તરિકે ગણેલું છે, તે વ્યક્તિ અથવા તેના સમુદાયની આગળ પ્રત્યક્ષપણે કહેવાતા વચન માટે જ છે. અને તેથી જ શાસ્ત્રકારે એ, રાગીને રાગી, નપુંષકને નપુંષક અને ચારને ચાર કહેવાથી, સત્ય વ્રતને દૂષણ લાગે એમ જણાવેલું છે. જો એમ ન હેાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com