SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તરફથી શ્રી સિદ્ધગરિજી જતા એ શ્રીસંઘમાં ભાઈ હરખચંદ પણ યાત્રાર્થ નીકળ્યા. પિતાના વતન તરફ જઈ રહેલા ક્યા મનુષ્યને શ્રી સંઘના સમાચાર સાંભળી યાત્રા કરવાનો વિચાર થાય? અને કદાચ વિચાર પણ થાય, તો પણ એ વિચારનો આ રીતે અમલ કેણ કરે ? આજ વસ્તુ ભાઈ હરખચંદના અન્તરમાં અંકાઈ ગએલી ધર્મભાવનાની અદ્વિતીય પ્રતીતિરૂપ છે. વતન તરફ જઈ રહેલ સંસારી જેમાં સ્વાભાવિક રીતે જ સગાં, સંબંધી, સનેહિજનેને મળવાની અને મહાલવાની અભિલાષા હોય, પરંતુ જે પુણ્યાત્માઓના અન્તરમાં ઉત્કટ ધર્મભાવનાએ વાસ કર્યો હોય છે, તે પુણ્યાત્માઓને તો એ બધાં સાંસારિક સ્વજનોને ભેટવા કરતાં ઘણું જ વધુ અને ઘણો જ ઉત્તમ આનન્દ તીર્થોને ભેટવામાં અને સદગુરૂઓની સેવા કરવામાં આવે છે. ભાઈ હરખચંદને શ્રી સિદ્ધગીરિજી જતાં રસ્તામાં પ્રાતઃસ્મરણીય પુણ્યનામધેય શ્રી મૂલચંદજી મહારાજા આદિને પરિચય થયે. એ પરિચયે અને એ નિન્ય ગુરૂદેવની તારક ધર્મદેશનાએ ધીરે ધીરે ભાઈ હરખચંદના અન્તરમાં નવીન જ્યોત જગાવી. પાલીતાણું શ્રીસંઘ પહોંચ્યા બાદ પણ, પૂ. શ્રી મૂલચંદજી મહારાજા વિગેરેની સાથે ભાઈ હરખચંદે શ્રી સિદ્ધગીરિજીની નવાણું યાત્રા કરી. આ દરમ્યાન તેઓનું અન્તર વૈરાગ્યભાવથી ખૂબ ભીંજાઈ ગયું હતું અને પૂ. મૂલચંદજી મહારાજ પણ ભાઈ હરખચંદને સુગ્ય જોઈને વારંવાર પ્રોત્સાહિત કરતા હતા. આથી ભાઈ હરખચંદે ત્યાં જ શ્રી સિદ્ધગરિજીની શીતલ ધર્મછાયાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy