________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [૧૭૧ પણ તેવી મોટી સંખ્યાવાલા જીને મિથ્યાદ્રષ્ટિ અને પ્રથમ ગુણ સ્થાનકવાળા તરીકે ગણવવામાં શાસ્ત્રકારોએ સત્યવ્રતનો ભંગ માનેલ નથી. જિનેશ્વર ભગવાનની આજ્ઞાને માનનારા કરતાં, તેને નહિ માનનારો કે તેને વિરોધ કરનારો વર્ગ તેટલી સંખ્યામાં ન જ હોઈ શકે, કે જેટલી મેટી સંખ્યામાં સમ્યદ્રષ્ટિ કરતાં મિસ્યાદ્રષ્ટિઓ છે. હવે જ્યારે તેટલી બધી મેટી સંખ્યામાં રહેલા જીવોને પણ, માર્ગથી વિમુખ હોવાને લીધે, મિથ્યાત્વ ગુણસ્થાનકવાળા કહેવામાં કઈ જાતની હરકત નથી, તો પછી પોતાને જૈનધમી તરિકે જાહેર કરનારા મનુષ્ય, જ્યારે દેવ–ગુરૂ-ધર્મની વિરાધના કરવામાં તત્પર રહે અને સર્વજ્ઞ શાસનનાં આધારભૂત શાસ્ત્રોને અભરાઈએ મૂકવા તૈયાર થાય, ત્યારે તેવાઓને હાડકાંના ઢગલા તરિકે સંબોધવામાં આવે, તેમાં સત્ય વ્રતને નુકશાન થાય છે, એમ શી રીતે માની શકાય ? “શાસ્ત્રનાં પોથાં થોથાં નકામાં છે”—શાસ્ત્રોને જમાને વહી ગયો છે ? -ઈત્યાદિ ધમીજનને સ્વપ્નામાં પણ ન છાજે તેવાં વાક્ય બોલનારને, હાડકાંને સંઘ વિગેરે શબ્દ કહેવામાં આવે, તેમાં સત્યવ્રતને ભંગ કેવી રીતે સંભવી શકે?
વર્તમાનમાં જ તે રીતે ઓળખાવવામાં આવે છે એમ પણ નથી. શ્રીમાન્ ભાષ્યકાર મહારાજ તેમજ હરિભદ્રસૂરિજી વિગેરે આચાર્ય મહારાજ તેમજ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પણ, તેવા શ્રી જિનેશ્વર મહારાજની આજ્ઞા નહિ માનનારાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com